ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીને જીવતી સળગાવી દીધી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી અંતિમયાત્રા

Text To Speech

પાંચ દિવસ સુધી જીવન સામે લડી રહેલી દુમકાની અંકિતા આખરે હારી ગઈ. તેનું આજે સવારે રાંચીના રિમ્સમાં નિધન થયું. તેના મૃત્યુના સમાચાર દુમકા પહોંચતા જ રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અંકિતાને ન્યાયની માંગ સાથે દુમકા ટાવર ચોક જામ કરી દીધો હતો. વહીવટી અધિકારીઓ પણ અંકિતાના ઘરે પહોંચ્યા હતા. જો કે આરોપી શાહરુખની ધરપકડ કરી લેવામાં આવી છે

શાહરૂખે અંકિતાને જીવતી સળગાવી 

દુમકાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના જરુવાડીહ વિસ્તારના રહેવાસી શાહરૂખે અંકિતાને તેના પર પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી હતી. શાહરૂખે અંકિતા સાથે આ ભયાનક ઘટના એટલા માટે કરી કારણ કે તેણે તેની સાથે ફોન પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ખરાબ રીતે દાઝી ગયેલી અંકિતાને દુમકા મેડિકલ કોલેજ બાદ રાંચી રિમ્સમાં રિફર કરવામાં આવી હતી.

ચુસ્ત સુરક્ષા વચ્ચે અંકિતાની અંતિમયાત્રા નીકળી 

અંકિતાની અંતિમયાત્રાને કડક સુરક્ષા વચ્ચે નીકળવા આવી. તેના અંતિમ સંસ્કાર બેતિયા ઘાટ ખાતે કરવામાં આવશે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં દુમકાના લોકો જોડાયા હતા. શહેરનું વાતાવરણ ન બગડે તે માટે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે. જોકે પોલીસ આ અંગે કંઈ પણ કહેવાનું ટાળી રહી છે.

અંકિતાને શાહરૂખે સવારે 4 વાગે જીવતી સળગાવી હતી

અંકિતાને સળગાવવાની ઘટના 23 ઓગસ્ટે સવારે 4 વાગ્યે બની હતી. તે સમયે ઘરમાં અંકિતાના દાદા દાદી, તેના પિતા અને તેનો નાનો ભાઈ હાજર હતા. અંકિતા ઊંઘમાંથી જાગી ત્યાં સુધીમાં તે આગની લપેટમાં આવી ગઈ હતી. તેણે કોઈક રીતે રૂમનો દરવાજો ખોલ્યો અને આંગણામાં રાખેલી પાણીથી ભરેલી ડોલ પોતાના પર ઠાલવી દીધી. જો કે તેમ છતાં આગ ઓલવાઈ નહોતી. અંકિતાની ચીસો સાંભળીને દાદા-દાદી અને પિતા જાગી ગયા હતા. અને ધાબળો વીંટાળીને આગ ઓલવી હતી જો કે અંકિતા ખરાબ રીતે દાઝી ગઈ હતી. અંકિતાને તાત્કાલિક દુમકા મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.  ઘટનાની જાણ થતા જ શહેર પોલીસે આરોપી શાહરૂખની ધરપકડ કરી પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.

શાહરૂખ અંકિતાને આપતો હતો ધમકી

અંકિતાના પરિવારજનોએ જણાવ્યું હતું કે શાહરૂખે ક્યાંકથી અંકિતાનો ફોન નંબર મેળવી લીધો હતો અને તેને ફોન કરીને તેની સાથે મિત્રતા કરવા અને મનાવવાનું દબાણ કરતો હતો. પરંતુ અંકિતા તેને ના પાડતી હતી. જો કે શાહરૂખ અંકિતાને ધમકી આપતો હતો કે તું વાત નહી કરે તો હું તને જાનથી મારી નાખીશ. અંકિતાના મોત બાદ માત્ર દુમકા જ નહીં, ઝારખંડના અન્ય વિસ્તારોમાં પણ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ બજરંગ દળ અને ઘણી જગ્યાએ કરણી સેનાના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આરોપી શાહરૂખને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે.

Back to top button