વિદાય કે પછી અપહરણ? ખભા પર તેડીને કારમાં ધકેલી; દુલ્હને ચીસો પાડી


HD ન્યૂઝ ડેસ્ક, 22 ઓકટોબર: લગ્ન પછી દીકરીનો વિદાય સમારંભ ખૂબ જ ભાવુક હોય છે. કન્યા માટે આ સૌથી લાગણીશીલ ક્ષણ છે, કારણ કે તે તેનું ઘર છોડીને તેના સાસરિયાના ઘરે જતી રહે છે. આવા સમયે માત્ર સ્વજનો જ નહીં પણ ત્યાં હાજર દરેકની આંખમાં આંસુ આવી જાય છે. પરંતુ હવે જે દુલ્હનની વિદાયનો વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમે પણ કહેશો કે ‘વિદાય છે કે અપહરણ.’ વિશ્વાસ કરો, આવી વિદાય ભાગ્યે જ કોઈની હશે.
દુલ્હનની વિદાયનો આ વિડિયો પરંપરાગત વિદાયથી સાવ અલગ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વિદાય સમયે દુલ્હન ઘર છોડવા તૈયાર નથી અને પાપા-પાપા કહીને ચીસો પાડવા લાગે છે. પરંતુ વિડિયોમાં આગલી જ ક્ષણે જે કંઈ થયું તે જોઈને નેટીઝન્સ ભાવુક થવાને બદલે હસવા લાગ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા..
ये ह्रदय विदारक दृश्य मुझसे तो देखा भी नहीं जा रहा है 😭😭😭😭😭😭😜😉 pic.twitter.com/URjGEjpu4j
— RJ_RIYA📻 (@24karattgold1) October 21, 2024
વીડિયોમાં તમે જોશો કે જ્યારે દુલ્હન ઘરનો ઉંબરો છોડવા તૈયાર નથી ત્યારે બે લોકો તેને બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ પછી પણ જ્યારે દુલ્હન રાજી ન થાય તો એક વ્યક્તિ તેને તેડે છે અને સીધી કારમાં લઈ જાય છે અને તેને બેસાડી દે છે. તે માત્ર પાપા-પાપા કહીને રડતી રહે છે. આ વીડિયો જોયા પછી તમે પણ તમારા હાસ્યને કાબૂમાં નહિ રાખી શકો.
આને X પર RJ રિયા નામના યુઝરે @24karattgold1 હેન્ડલથી શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આવું હૃદયદ્રાવક દ્રશ્ય… મારાથી જોવાતું નથી.’ આ પોસ્ટને અત્યાર સુધીમાં લગભગ 2 લાખ વ્યુઝ મળી ચૂક્યા છે, જ્યારે કોમેન્ટ સેક્શનમાં લોકોએ પ્રતિક્રિયા આપી છે.
એક યુઝરે કોમેન્ટ કરી, વિદાય કે અપહરણ. અન્ય યુઝર કહે છે કે, આવી વિદાય પહેલા ક્યારેય જોઈ નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, બિચારી છોકરીને તેના સાસરિયાઓ દબાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ‘મારી બહેનથી કોઈ સારું હોય તેની હું કલ્પના પણ ન કરી શકું’ રાહુલે પ્રિયંકાના વખાણ કર્યાં