ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં વિવિધ આંદોલનનો થતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

Text To Speech

રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોની રેલીઓ અને સભાઓ ચાલી રહી છે ત્યારે સરકાર માટે વિવિધ આંદોલન માથાનો દુ:ખાવો બની રહ્યા છે. આ સમયે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.આગામી 17 સપ્ટેમ્બર સુધી આ કર્ફ્યુ લાદવામાં આવ્યુ છે.

ગાંધીનગરમાં છેલ્લા થોડાં દિવસોમાં અલગ- અલગ વિરોધ પ્રદર્શનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે માત્ર વચન નહીં પરંતુ લેખિત ખાતરી બાદ જ આંદોલન સમેટાશે.તો બીજી તરફ સચિવાલય સંવર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.

આ પણ વાંચો : ‘સરકાર સામે સરકારી કર્મચારીઓ’નો મોરચો, શું છે માંગણીઓ ?

બીજી તરફ સચિવાલય ફેડરેશને નાણાપ્રધાન પાસે મુલાકાત માટે સમય માગ્યો છે.તો ખેડૂતોએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.તો હાલ ખેડૂતોએ પણ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જેના કારણે ગાંધીનગર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે.

Back to top button