ગુજરાતટોપ ન્યૂઝ

કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ક્યારે આપશે સરકાર ?

  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડતા પર પાટુ
  • વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન
  • પાક નુકસાનીનો સરવે થયો પણ સહાય મળી નથી

રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ જામ્યો છે. ગઈ કાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે પાટણ શહેરમાં ગઈ કાલે કમોસમી વરસાદની આફત જોવા મળી હતી. પાટણમાં કમોસમી વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં પડેલો પાક પલળી ગયો હતો. જેના કારણે લાખો રુપિયાનું નુકસાન થવા પામ્યું છે.

હારીજ માર્કેટ યાર્ડમાં પાક પલળ્યો

ગઈ કાલે પાટણ શહેરમાં કમોસમી વરસાદની ઘમાકેદાર બેટિંગ જોવા મળી હતી, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.પાટણ જિલ્લામાં આફત રૂપી કમોસમી વરસાદને લઇ મોટી નુકશાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને હારીજમાં માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હારીજ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજ અને પાકો પલળી ગયા હતા. માર્કેટ યાર્ડમાં રહેલા 400 બોરી એરંડા, 25થી 30 બોરી ચણા, અજમો અને જસણના જેવા પાકોને નુકસાન પહોંચ્યું હતું. અચાનક વરસાદ પડતા ખેડૂતોને પોતાના પાકને ઠેકાણે પાડવામાં સમય લાગતા પાક વરસાદમાં પલઠી ગયો હતો. જેમાં ખેડૂતોને આશરે 15થી 16 લાખથી વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાટણમાં વરસાદ -humdekhengenews

જસણી પલળી જતા લાખોનું નુકસાન

હારીજ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે હારીજ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી વિવિધ જણસના વેચાણ અર્થે આવતા ખેડૂતોનો માલ પલડી ગયો હતો. ખેડૂતોએ જણસના કરેલા ઢગે ઢગ વરસાદી પાણીમાં પલડી જતા લાખો રૂપિયાનું નુકશાન થયું છે. આ માર્કેટયાર્ડ માં અંદાજિત 15થી 16 લાખ જેટલું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે વેપારી અને ખેડૂત બન્નેની દયનીય સ્થિતિ જોવા મળી હતી.

સરકાર દ્વારા ખેડૂતોને હજુ સુધી નથી મળી સહાય

રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદે ફરી ખેડૂતોની ચિંતા વધારી છે. જે થયેલા માવઠાને લીધે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થવા પામી છે. એક તરફ કમોસમી વરસાદ ખેડૂતોને માથે આફત બનીને વરસી રહ્યો છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા પાક નુકસાનની સહાય પણ હજુ સુધી ખેડૂતોને મળી નથી. સરકાર દ્વારા માવઠાના પગલે સર્વે કરી અને ખેડૂતો જે મુખ્યમંત્રી પાક વીમા યોજના અંતર્ગત સહાય ચૂકવાની જાહેરાત તો કરાઈ છે પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાયના નામે એક રૂપિયો પણ મળ્યો નથી. અને સરકાર દ્વારા સર્વેની કામગીરી શરુ છે અને જલ્દી સહાય આપવામા આવશે તેવી વાતો કરવામા આવે છે. પરંતુ સહાય આપવામા સરકાર ખેડૂતોને આંબા-આબલી દેખાડે છે,  આમ સરકાર ખેડૂતોને માવઠા બાદ માત્ર આશ્વાસન આપતી રહે છે, પણ સહાય ક્યારે આપશે તે પણ સવાલ થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોને પોતાના વળતર માટે હજુ કેટલી રાહ જોવી પડશે તેવો સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના પહેલા સુરેન્દ્રનગરના ખેડૂતોએ સરકાર સામે આ મામલે સવાલ ઉઠાવ્યો હતો. અને ખેડૂતોએ તાત્કાલિક વળતર ચૂકવવા સરકાર સામે માંગ કરી હતી.  અને  3 વર્ષમાં 8 વખત માવઠું થયું પણ વળતર ના મળ્યાના આક્ષેપ ખેડૂતોએ કર્યો હતા. આ સાથે ખેડૂતોએ સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ યોગ્ય રીતે ન કરવામા આવતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. ખેડૂતોએ કહ્યું હતુ કે, ચાલુ વર્ષે માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે આ મામલે  સરકાર આશ્વાસન આપે છે પણ વળતર નથી આપતું’.

 આ પણ વાંચો : ભરઉનાળે કમોસમી વરસાદની આફત : રાજ્યમાં વીજળી પડવાથી 15 વર્ષીય કિશોર સહિત બે વ્યક્તિનું મોત

Back to top button