રાજ્યમાં કમોસમી વરસાદથી કેરીને સૌથી વધુ નુકસાન, 30 ટકા પાક માંડ બચશે !
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદથી કેરીના અડધાથી વધુ પાકને નુકસાન પહોચ્યું. ચાલુ વર્ષે ગીર સોમનાથની માત્ર 30 ટકા કેરી માર્કેટમાં આવશે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેરીના પાક મુદ્દે કર્યો દાવો કે કમોસમી વરસાદથી 70 ટકા કેરીના પાકને નુકસાન થયુ છે. કેરી પકડવતા ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી કોંગ્રેસની માગ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં શ્રમિકોના વેતનમાં 25 ટકા જેટલો વધારો કરતી રાજ્ય સરકાર
કમોસમી વરસાદથી કેરીને નુકસાનની મુખ્યમંત્રીને કોંગ્રેસ રજૂઆત કરશે. સૌથી વધુ કેરી ગીર સોમનાથમાં થાય છે. માત્ર 30 ટકા કેસર કેરી માર્કેટમાં આવશે. વર્ષમાં એકવાર લેવાતો પાક એ કેરીનો છે. 3 વર્ષના વાવેતર બાદ કેસર કેરીનો પાક મળે છે. ખેડૂતોને વળતર મળે તે માટે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરીશુ આ સાથે પાક નુકસાનીનું વળતર મળે એ માટે સરકાર સમક્ષ માગ કરવાની વાત પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી છે.
કેરીના હાલના ભાવ
- કેસર કેરી પ્રતિ કિલો- રૂપિયા 350 થી 400
- હાફુસ કેરી પ્રતિ કિલો – રૂપિયા 300 થી 400
- લાલબા પ્રતિ કિલો- રૂપિયા 200 થી 250
તાલાલા (ગીર), સામતેર, : ઉના, તાલાલા અને ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદ અને કરાં વરસતા આંબાના વૃક્ષ ઉપર કાચી કેરીઓ કાળી પડવા લાગી છે. તોફાની પવનને લીધે અનેક વિસ્તારોમાં વીજ થાંભલા તૂટી ગયા છે. ગ્રામીણ વિસ્તારોમાં બાજરી, તલ, ઘઉં, ચણા અને એરંડાના પાકને નુકસાન થયું હોવા છતાં આ વિસ્તારમાં સર્વેનું કામ શરૂ કરવામાં નહીં આવતા આજે મુખ્યમંત્રીને પત્ર પાઠવી વહેલાસર નુકસાનીના સર્વે શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.
ઉના – ગીરગઢડા તાલુકામાં ગઈકાલ તા. 19ના સૌથી વધુ 4 ઈંચ જેવો કમોસમી વરસાદ ખાબકતા કેરી સહિત પાકોને વ્યાપક નુકસાન થયાની વિગતો સાથે આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે કરાનાં વરસાદને કારણે આ વિસ્તારના બાગાયતી પાકોના બગીચાને વ્યાપક નુકસાન થયું છે. પશુઓ માટેનો લીલો અને સુકો ચારો મહદઅંશે નાશ પામ્યો છે. આ સ્થિતિમાં ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવું જરૂરી છે.
તાલાલા પંથકના હિરણવેલ ગીરથી આંકોલવાડી ગીર સુધીના 20 ગામોમાં મીની વાવાઝોડા સાથે ખાબકેલ કમોસમી વરસાદે અનેક જગ્યાએ વીજ પોલ તથા વૃક્ષો જમીન દોસ્ત કરી નાખ્યા છે.આ મીની વાવાઝોડા દરમ્યાન વરસાદ સાથે અનેક ગામોમાં કરા પડયા હતા જ્યારે અમુક ગામોમાં પવનની ગતિ વધુ હોય હિરણવેલ ગીર ગામે વીજળીના પોલ તથા વૃક્ષો પડી ગયા.
આ ઉપરાંત ધાવા ગીર,બોરવાવ ગીર અને સાંગોદ્રા ગીર તથા આજુબાજુના ગામોની સીમમાં આંબાના વૃક્ષો ધરાશાહી થઈ ગયા હતા.તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક 15 દિવસથી જામેલ વરસાદી માહોલ ના ભરડામાં હોય કેસર કેરીના ઉત્પાદક કિસાનોના જીવ પડીકે બંધાઈ ગયા છે. તાલાલા પંથકમાં જામેલ વરસાદી માહોલ દૂર થાય માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ થઈ રહી છે.
આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારમાં 40 હજાર હેક્ટરથી વધુમાં પાક નિષ્ફળ જવાની ભીતિ