ગુજરાતદક્ષિણ ગુજરાત

પાટણમાં કમોસમી વરસાદને પગલે સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા, આ રીતે કરાયું રેસક્યૂ

Text To Speech

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈ કાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગઈ કાલે બપોર બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.ત્યારે પાટણમાં કમોસમી વરસાદને પગલે સ્કુલમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા.

પાટણમાં વરસાદ-humdekhengenews

સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પાણીમાં ફસાયા

છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવતા ભરઉનાળે ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે સાંજે પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જેમાં પાટણ શહેરમાં પણ ભારે કરા સાથે પવન અને વરસાદ વરસ્યો હતો. જેથી પાટણમાં આવેલ બી એમ હાઇસ્કુલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા.

ટ્રેક્ટર અને અન્ય વાહનોની મદદથી રેસ્ક્યૂ

ગઈ પાટણમા કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો. જેમા કમોસમી વરસાદને પગલે પાટણની બી એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ પાણીમાં ફસાઈ ગયા હતા. જેથી તેમને સહી સલામત રેસક્યું કરવા માટે નગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને ફસાયેલા તમામને ટ્રેક્ટર અને અન્ય વાહનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. જાણકારી મુજબ અંદાજે દોઢસો વિદ્યાર્થી સ્કૂલમાં હાજર હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : 16 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો આજની શું છે આગાહી

Back to top button