અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં આ કારણે થયુ કમોસમી માવઠું

Text To Speech

આજે હવામાન વિભાગએ 28મી મેએ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગાહી મુજબ અમદાવાદ સહિત રાજયભરમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાત અને CSK વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદનું વિધ્ન નડ્યુ છે.

હવે ક્યારે પડશે વરસાદ?
29મી મેએ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે.

કેમ થયો કમોસમી વરસાદ?
ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરુ થયા. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.

શું કહ્યુ હવામાન વિભાગે?
30મી મેએ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. 31મી મેએ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં 1 જૂન સવારે સાડા આઠ વાગ્યા સુધી વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ, પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ તસ્વીરો

Back to top button