ટોપ ન્યૂઝબિઝનેસ

આ કારણ થી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં અદાણી ચોથા ક્રમેથી સીધા સાતમા ક્રમે

Text To Speech

અમેરિકાની રિસર્ચ ફર્મ હીંડનબર્ગની રિપોર્ટ અદાણી ગ્રુપ પર ભારે પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ રિપોર્ટ પબ્લીશ થયા પછી ગૌતમ અદાણીના નેતૃત્વ વાળી કંપનીઑના શર્મા ત્સુનામી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે અને સતત ભાવ પણ ઘટી રહ્યા છે. શેરના ભાવ ઘટવાથી તેની સીધી અસર અદાણીના નેટવર્થ પર પણ પડી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સની ઇન્ડેક્સમાં ચોથા નંબરથી અદાણી સીધા સાતમ નંબરે પહોંચી ગયા છે.

આ પણ વાંચો : બજેટ પહેલાં શેરબજારમાં ટેન્શન, સેન્સેક્સ 500 અંક નીચે, તો આ કંપનીઓ જોવા મળી લાલ નિશાન હેઠળ
adani - Humdekhengenewsટોપ ટેન અમીરોની યાદીમાં ચોથા નંબરે થી સીધા સાતમ નંબરે આવી જતાં અદાણીના શેર હોલ્ડર્સ પણ પોતાના શેર વેચી રહ્યા છે. અદાણીનું ચોથા નંબરનું સ્થાન અરબપતિ લૈરી એલિસન 111.8 આરબ ડોલર સાથે વિશ્વના ચોથા સૌથી અમિર બની ગયા છે જ્યારે ગૌતમ અદાણી 100.4 આરબ ડોલર ના નેટવર્થ સાથે સાતમા નંબરે પહોંચી ગયા છે ત્યારે શેરબજારમાં પણ હલચલ થઈ જવા પામી છે.

આ પણ વાંચો : બજેટ પહેલાં શેરબજારમાં ટેન્શન, સેન્સેક્સ 500 અંક નીચે, તો આ કંપનીઓ જોવા મળી લાલ નિશાન હેઠળ

adani - Humdekhengenewsગૌતમ અદાણી અગાઉ 2022 માં દુનિયાના ટોપ-10 અરબપતિયોમાં સૌથી વધારે કમાણી કરવાવાળા ઉધોગપતિ રહ્યા હતા. તેમણે આ લિસ્ટમાં બીજા નંબર પર પહોંચવાની સફળતા મેળવી હતી, પણ નવું 2023 નું વર્ષ ભારતીય ઉધોગપતિઓ માટે ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. પણ 24 જાન્યુઆરીના રોજ અમેરિકાની રિસર્ચ ફર્મ હીંડનબર્ગ ની રિપોર્ટ આવી અને અદાણી ગ્રૂપના નુકસાન ની શરૂઆત થઈ, અને માત્ર બે જ દિવસમાં અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ 2.37 લાખ કરોડ રપિયા જેટલું ઘટી ગયું હતું.

Back to top button