ગુજરાતટોપ ન્યૂઝ

IAS – IPS ની બદલીના એંધાણ, CMO ઓફિસમાં ભીડ વધી !

Text To Speech

ગુજરાત સરકારના બજેટ પહેલા આઇપીએસ ઑફિસરોના પ્રમોશન થયા હતા અને કેટલાક જિલ્લાના ડીએસપી, રેન્જ આઇજી આને પોલીસ કમિશનરની બદલીઓ બાકી હતી ત્યારે સરકારે બાકી રહેતા અધિકારીઓની બદલીનું લિસ્ટ તૈયાર કરી દીધું છે અને થોડા સમયમાં હવે આ અધિકારીઓની બદલીના ઓર્ડર હવે થઈ જશે.CMO - Humdekhengenews સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બજેટસત્ર પછી જે અધિકારીઓની બદલી થવાની છે તેમનું લિસ્ટ CMO ઓફિસમાં તૈયાર થઈ ગયું છે. 15મી વિધાનસભાના બજેટસત્ર બાદ આ બદલીઓ કરવામાં આવશે ત્યારે કેટલાક અધિકારીઓ પોતાનું મનપસંદ સ્થળ મેળવવા માટે CMO ઓફિસના આંટાફેરા શરૂ કરી દીધા છે અને સરકારના અંગત સચિવોને પોતાની ભલામણ કરાવવા માટે રીઝવી રહ્યા છે ત્યારે આ બાબતની જાણ મુખ્યમંત્રીને થતાં ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં સ્પષ્ટ કરી દીધું હતું કે ભલામણ કરવાને બદલે જ્યાં પણ નિયુક્તિ અપાય ત્યા ખંતપૂર્વક ફરજ બજાવવા નિર્દેશ આપી દીધો હતો.

આ પણ વાંચો : ‘CM કેજરીવાલ અડધું કમિશન લેતા હતા’, ભાજપે મનીષ સિસોદિયાની ધરપકડ પર નિશાન સાધ્યું

ઉલ્લેખનીય છે કે બજેટસત્ર બાદ થનાર આ બદલીઓમાં અમદાવાદ આને સુરત પોલીસ કમિશનરના પદે કોણી નિયુક્તિ થશે તેના પર સૌ કોઇની નજર છે ત્યારે ભલામણ ન સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર મુખ્યમંત્રી દ્વારા કર્યા બાદ હવે આ સ્થળો પર કોણ આવે છે તે જોવું રહ્યું.

Back to top button