ગુજરાત

વાવાઝોડાના પગલે અનરાધાર વરસાદ, 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ ખાબક્યો

Text To Speech

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગઈ કાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને કચ્છ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે. બિપરજોયનો ખતરો ટળ્યો ત્યારે વરસાદે રાજ્યને ઘમરોળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંડવી અને ભચાઉમાં સાડા આઠ ઈંચ વરસાદ અને ભુજ તેમજ મુંદ્રામાં 8 ઈંચથી વધુ વરસાદ , જામનગરમાં સાડા 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

બિપરજોય વરસાદ-humdekhengenews

જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યના 93 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, 55 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ,33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 14 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ , 10 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

 આ પણ વાંચો : BREAKING: જૂનાગઢમાં દરગાહના મુદ્દે સેંકડો લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

Back to top button