વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. રાજયમાં અવિરત વરસાદને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યોછે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થયો છે.
શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો
રાજ્યમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી ગૃહિણીઓને મોટો ફટકો પડ્યો છે. શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.ચોમાસાના પ્રારંભથી જ લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે જેથી મધ્યમવર્ગીય ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
આ કારણે વધ્યા ભાવ
વરસાદને લઈને શાકભાજીની આવકમાં અસર થતી હોય છે. વરસાદને પગલે લીલા શાકભાજીની આવકમાં એકંદરે ઘટાડો થતા માલની આવક ઘટતા ડિમાન્ડ વધતા શાકભાજી બમણા ભાવે વેચાઈ રહ્યા છે. રીંગણા, કારેલા,ટામેટા, ભીંડો સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે. ચોળી, ભીંડો, ગુવાર, ફલાવર હાલ બમણા ભાવે વેચાઈ રહ્યા છે. ગાજરની કેટલીક જાત રૂ.100માં વેચાઇ રહી છે. કેપ્સિકમ પણ 80 રૂપિયાને પાર કરી ગયો છે.
ટામેટા સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા
વરસાદની સીઝન દરમિયાન શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થવાની શકયતા ઓછી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેથી આગામી સમયમાં પણ ટામેટા સહિતની શાકભાજીમાં ભાવ વધારો જોવા મળશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
બેંગલુરુમાં ટામેટાનો ભાવ 100 રુ. પ્રતિકિલો થયો
તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં હાલ ટામેટાનો ભાવ 100 રુ. પ્રતિકિલો થઈ ગયો છે. જે બે ત્રણ દિવસ પહેલા 70 રુ. પ્રતિકિલો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો