ગુજરાતમાં સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે કરી આ વિસ્તારોમાં વરસાદની આગાહી
- 8 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અતિ ભારે વરસાદની આગાહી
- સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે વરસાદ આવશે
- રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, અમરેલી તથા ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ બોટાદ, રાજકોટ અને પોરબંદર,જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ જામનગર, મોરબી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. કચ્છ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 8 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે જોકે, થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. વરસાદ પડવાના વિસ્તારોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગે આજે 9 જુલાઈ 2024, મંગળવારના દિવસની આગાહી કરી છે. આજે મંગળવારે રાજ્યના 8 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ અપાયુ છે. પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. તેથી છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા, સાબરકાંઠા તથા ગાંધીનગર, અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.