- ચેકડેમ માટીના કારણે પુરાઈ ગયો છે
- ખેડૂતોના પશુઓને પીવાનુ પાણી મળતુ નથી
- ગત ચોમાસામાં અતિવૃષ્ટીમાં ચેકડેમ તૂટી ગયો હતો
દેડિયાપાડા તાલુકાના મોટા સુકાં આંબા ગામ ખાતે મોટો ચેકડેમ આવેલો છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિ વરસાદના કારણે આ ચેકડેમની એક બાજુની માટીની પાળ તૂટી ગઈ હતી. અને ચેકડેમમાં સંગ્રહ થયેલું પાણી પાળ તોડીને પુરની જેમ બહાર નીકળી ગયું હતું. અંદાજીત 15 જેટલા આદિવાસીના ઘરો પાણીમાં તણાઈ ગયા હતા. જેથી વ્યાપક પ્રમાણમાં ભારે નુકશાન થયું હતું.
આ પણ વાંચો: ગુજરાત: આ શહેરના 60 ટકા કરતા વધુ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ
ચેકડેમ માટીના કારણે પુરાઈ ગયો છે
મહત્વની વાત એ છે કે, આ મોટા ચેકડેમની પાળ માટીની તૂટી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા આ ચેકડેમની પાળ મે માસ શરૂ થઈ ગયો છે. તેમ છતાં રીપેર કરવામાં આવતી નથી. ? માટીના બદલે ચેકડેમની પાળ આરસીસી સિમેન્ટ કોકંરેટની બનાવવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે. ચેકડેમ ભરાઇ જાય અને પાણી બહાર કાઢવા માટે ની જગ્યાએ આરસીસી કરેલું તૂટી ગયું છે. મોટું કોતર પડી ગયું છે. ખંડેર હાલતમાં છે. ચેકડેમમાં કાંટાળી વનસ્પતી ઉગી નીકળી છે. ચેકડેમ માં માટી ભરાઇ ગઈ છે. ચેકડેમ માટીના કારણે પુરાઈ ગયો છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જળ સંચય માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેનો આ નમુનો છે.
ગામોના ખેડૂતોના પશુઓને પીવાનુ પાણી મળી રહેતું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે મોટા સુકાં આંબા ગામ ખાતે આ મોટો ચેકડેમની પાળ તુટી ગઈ નહોતી ત્યારે ઉનાળા સુધી ચેકડેમમાં પાણી સંગ્રાહેલુ રહેતું હતું. મોટા સુકાં આંબા, નાના સુકાં આંબા અને આસપાસના ગામોના ખેડૂતોના પશુઓને પીવાનુ પાણી મળી રહેતું હતું. ખેડૂતો ખેતરોમાં પાણીથી સિંચાઇ પણ કરી શકતા હતા. પાણીનો ઉપયોગ અન્ય કામોમાં પણ કરતા હતા. મહત્વની વાત એ છે કે આ ચેકડેમના સંગ્રાહેલા પાણીને કારણે જમીનમાં પાણીના સ્તર ઉપર આવતા હતા. ચેકડેમની માટીની પાળ તુટી જતાં ચેકડેમ પાણી વિના સુક્કો ભઠ્ઠ લાગે છે. ખંડેર હાલતમાં જોવા મળે છે. સત્વરે આ મોટો ચેકડેમનું રીનોવેશન કરવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે. આવનારા ચોમાસા પહેલાં રીપેર કરવામાં આવે એવી ખેડૂતોએ માંગણી કરી છે.