તલાટીની પરીક્ષાને કારણે ST વિભાગ બન્યું માલામાલ ! એક જ દિવસમાં થઈ અધધધ આવક
સમગ્ર ગુજરાતમાં 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામા આવી હતી. આ પરીક્ષામાં ઉમેદવારોને પોતાના જિલ્લાથી અલગ જિલ્લામાં પરીક્ષા ક્ન્દ્રો આપવામા આવ્યા હતા.જેથી ઉમેદવારોને કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી વિભાગે ખાસ વ્યવસ્થા કરી હતી. અને રુટીન બસો કરતા વધારાની બસો આ પરીક્ષા માટે ફાળવી હતી.
એક જ દિવસમાં ST વિભાગને થઈ કરોડોની આવક
જાણકારી મુજબ તલાટી-કમ-મંત્રીની પરીક્ષાને લઈ એસટી વિભાગે 3650 એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કર્યું હતું.ત્યારે આ દિવસે રાજ્યમાં કુલ 2 લાખ 18 હજાર 902 પરિક્ષાર્થીએ એસટી બસમાં મુસાફરી હતી. જેથી એસટી નિગમને એક જ દિવસમાં કુલ રૂપિયા 10 કરોડથી વધુની આવક થઈ હતી.
સૌથી વધુ આ ડિવિઝનમા આવક થઈ
તલાટીની પરીક્ષાને લઈને એસટી નિગમને એક જ દિવસમાં કુલ રૂપિયા 10 કરોડથી વધુની આવક થઈ છે. ત્યારે જો સૌથી વધુ આવક થયેલા ડિવિઝનમાં મહેસાણા ટોપ પર છે. મહેસાણા ડિવિઝનના 12 ડેપોએ 500 વધારાની ટ્રીપ મારી હતી જેમા 30 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ એસટી બસની મુસાફરી કરી હતી જેથી મહેસાણા ડિવિઝનમાં એક કરોડ કરતા વધુ આવક થઈ છે.
અન્ય ડિવિઝનમાં કેટલી આવક થઈ ?
મહેસાણા બાદ બીજા નંબરે પાલનપુર ડિવિઝનને સૌથી વધુ આવક થઈ છે. પાલનપુર ડિવિઝનને 95 લાખની આવક થઈ છે. જ્યારે આ આવકમાં ત્રીજા ક્રમે અમદાવાદ ડિવિઝન આવે છે. અમદાવાદ ડિવિઝનને રૂપિયા 92.-1 લાખની આવક થઈ હતી. જેમાં કુલ 1.28 લાખ મુસાફરો નોંધાયા હતા.
એસટી વિભાગના ઈતિહાસની સૌથી વધુ આવક
મહત્વનું છે કે તલાટીની પરીક્ષાને લઈને એક દિવસમાં થયેલ આવક એસટી વિભાગના ઈતિહાસની સૌથી વધુ આવક છે. એસ.ટી નિગમને 6મેના રોજ 9.38 કરોડની આવક થઈ હતી. જ્યારે 7મે ના રોજ 10 કરોડથી વધુની આવક થઈ હતી. એટલે કે બે દિવસમાં એસટીની કુલ આવકનો આંકડો 20 કરોડને પાર થયો છે.
આ પણ વાંચો : લગ્નની સીઝન વચ્ચે ફરી વખત સિંગતેલના ભાવમાં ભડકો, જાણો હવે કેટલામાં પડશે ડબ્બો