રાજ્યમાં સતત ગરમી વધી રહી છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીને કારણે રાજ્યમાં ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. રાજ્યમાં ઈમરજન્સીમાં 14 ટકાનો વધારો થયો છે, જ્યારે અમદાવાદમાં 21 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં પણ હીટ સ્ટ્રોકના વધુ કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર (CEO) જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળ્યો છે. તેની અસરને કારણે પેટમાં દુખાવો, ઉલ્ટી-ઝાડા, ખૂબ તાવ, હીટ સ્ટ્રોક જેવા કેસોમાં પણ વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન ઈમરજન્સીના કેસમાં વધારો થયો છે.
આ પણ વાંચો : ડૉ. અતુલ ચગની આત્મહત્યાના ત્રણ મહિના બાદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સામે ગુનો નોંધાયો
1 થી 7 મેના સપ્તાહ દરમિયાન આવા કુલ 4829 કેસ નોંધાયા હતા, જ્યારે 8 થી 14 મેના સપ્તાહ દરમિયાન આ સંખ્યા વધીને 5501 થઈ હતી, જે લગભગ 14 ટકા વધુ છે. અમદાવાદ શહેરમાં આ ટકાવારી વધુ જોવા મળી છે. અમદાવાદમાં પ્રથમ સપ્તાહમાં કુલ 1149 કેસ નોંધાયા હતા, જે છેલ્લા સપ્તાહમાં વધીને 1303 થઈ ગયા છે. આ વધારો 21.24 ટકા દર્શાવવામાં આવ્યો હતો. હીટ સ્ટ્રોકના કેસો પણ અમદાવાદમાં નોંધાયા હતા. સમગ્ર ગુજરાતમાં હીટ સ્ટ્રોકના સૌથી વધુ કેસ અમદાવાદમા નોંધાયા હતા અને છેલ્લા અઠવાડિયામાં નોંધાયેલા 25 કેસોની સરખામણીએ પ્રથમ સપ્તાહમાં કુલ સાત કેસ નોંધાયા હતા. અમદાવાદમાં હીટ સ્ટ્રોકના સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકના 25માંથી 8 કેસ અમદાવાદમા નોંધાયા છે. CEO જસવંત પ્રજાપતિના જણાવ્યા અનુસાર, ઉનાળામાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ગંભીર રોગોથી પીડિત લોકોએ વધુ તકેદારી રાખવાની જરૂર છે. જરૂર જણાય તો તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની પણ મદદ લેવી જોઈએ.