ગુજરાતમાં ખાનગીકરણના લીધે ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની
- નવી ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયા જ રોકી દેવામાં આવી
- શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં 170 વર્ગના પાટિયાં પડી ગયાં
- છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ.9થી 12ના વર્ગને અસર થઇ
ગુજરાતમાં ખાનગીકરણના લીધે ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની છે. જેમાં પાંચ જ વર્ષમાં અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં 170 વર્ગના પાટિયાં પડી ગયાં છે. ખાનગી શાળાઓ ઠેરઠેર ખૂલવા લાગી છે.
આ પણ વાંચો: અમદાવાદ: વર્લ્ડ કપની ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરશે તો જીતશે, જાણો કેમ
નવી ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયા જ રોકી દેવામાં આવી
રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી નવી ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયા જ રોકી દેવામાં આવી છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમ તરફનું વલણ અને બિલાડાની ટોપની મફક શરૂ થતી ખાનગી શાળાઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની છે. માત્ર અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ.9થી 12ના 170 જેટલા વર્ગના પાટિયા પડી ગયાં છે. સમગ્ર રાજ્યમાં ઓછી સંખ્યાના લીધે દર વર્ષે અંદાજે 400થી 500નો વર્ગ બંધ થાય છે.
ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા નક્કી કરવામાં આવેલી છે
ચાલુ વર્ષે પણ સંખ્યા મર્યાદાની છૂટછાટ યથાવત રખાતાં અંદાજે 500 જટલા વર્ગોને જીવંતદાન મળ્યું છે. આમ દર વર્ષે ગ્રાન્ટેડ શાળાઓના પાટિયા પડવા લાગ્યાં છે અને સામે ખાનગી શાળાઓ ઠેરઠેર ખૂલવા લાગી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓ જ્યાં ચાલતી હતી તે બંધ કરી નવા નામ સાથે ખાનગી શાળાઓ શરૂ થઈ ગઈ છે. ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા નક્કી કરવામાં આવેલી છે. જેમાં શહેરી વિસ્તારમાં એક કરતાં વધુ વર્ગ હોય ત્યાં 60+36 અને ગ્રામ્ય વિસ્તાર માટે 60+24ની વિદ્યાર્થી સંખ્યા જાળવવાની હોય છે. આ સંખ્યામાં ઘટાડો થાય તો ડીઈઓ દ્વારા સુનાવણી હાથ ધરી વર્ગ બંધ કરવામાં આવે છે.