ગાંધીનગર, 28 ડિસેમ્બર 2023, ગુજરાતમાં મોટા ભાગે બજેટ સત્ર માર્ચ મહિનામાં યોજાતુ હોય છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને ફેબ્રુઆરીમાં બજેટ સત્ર યોજાશે. પંદરમી વિધાનસભાનું ચોથુ પહેલી ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી 2024 સુધી મળશે. પહેલી ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહની બેઠકને સંબોધન કરશે. ત્યાર બાદ બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે. બીજી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે.વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના 24 દિવસ રહેશે.
સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ ગૃહમાં ચર્ચા થશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે, આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે.સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ ગૃહમાં ચર્ચા થશે. તેમણે કહ્યું કે, વર્ષ 2024-25નું બજેટ બીજી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. બજેટસત્રમાં 26 ઠકોમાં ચર્ચા થશે. સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો થશે.જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે.સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.
આ પણ વાંચોઃજેટકો ભરતી વિવાદઃ પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોએ હવે માત્ર પોલ ટેસ્ટ જ આપવી પડશે