ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટમાં સારવારના અભાવે દર્દીઓને હાલાકી, સામાન્ય લોકો બેહાલ

  • દર્દીના બેડની ચાદર બદલવાનો ચાર્જ પણ 100 રૂપિયા વસૂલાય છે
  • તબીબોએ સારવારમાં ધ્યાન ના આપતાં 67 વર્ષયી વૃદ્ધની તબિયત વધુ લથડી
  • સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો આક્ષેપ

અમદાવાદની સિવિલ હોસ્પિટમાં સારવારના અભાવે દર્દીઓને હાલાકી પડી રહી છે. જેમાં સામાન્ય લોકો બેહાલ થયા છે. સિવિલમાં સારવારના અભાવે દર્દીની તબિયત લથડતી હોય છે જેમાં ડોક્ટરો ફરકતા નથી. ત્યારે એક કિસ્સામાં સ્પાઈનની સર્જરી પછી દર્દીને ફેફસાંમાં ઈન્ફેક્શન ફેલાયું છે. ત્યારે દર્દીએ જણાવ્યું છે કે 3-4 દિવસેય ડોક્ટરો આવતાં નથી.

આ પણ વાંચો: લો બોલો, અમદાવાદ રખડતાં શ્વાસનના ત્રાસથી યુવાને રાત્રીની નોકરી છોડી

આ સમગ્ર પ્રકરણમાં બે કર્મચારીઓને છૂટા કરાયા

દર્દીના બેડની ચાદર બદલવાનો ચાર્જ પણ 100 રૂપિયા વસૂલાય છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરી બાદ તબીબોએ સારવારમાં ધ્યાન ના આપતાં 67 વર્ષયી વૃદ્ધની તબિયત વધુ લથડી છે અને ફેફસાં સુધી ઈન્ફેક્શન ફેલાયું છે. ત્રણથી ચાર દિવસ થઈ જાય છતાં ડોક્ટરો દર્દીને જોવા માટે આવતાં નથી, દર્દીના સગા આ સંદર્ભે રજૂઆત કરે તો એવો જવાબ મળે છે કે, અમારે તો દર્દીને નહિ પણ ફાઈલ જોઈને સારવાર કરવાની છે. સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો આ આક્ષેપ દર્દીના પુત્રે કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં બે કર્મચારીઓને છૂટા કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં બાગાયતી પાક પર આફતના એંધાણ, ખેડૂતો છોડ કાપવા લાગ્યા

દર્દીના બેડની ચાદર બદલવાનો ચાર્જ પણ 100 રૂપિયા વસૂલાય છે

મુંબઈના 67 વર્ષીય રાયબહાદૂર નામના દર્દીને ઊઠવા-બેસવામાં તકલીફ થતાં સારવાર માટે ગત 23મી સપ્ટેમ્બરે સિવિલમાં લવાયા હતા, દર્દીના સગાએ કહ્યું કે, 25મી સપ્ટેમ્બરે સર્જરી કરવામાં આવી હતી, એ પછી તબિયત સારી ન હોવા છતાં ચારેક દિવસ પછી જબરદસ્તી ડિસ્ચાર્જ અપાતું હતું. જોકે રજૂઆતો પછી સારવાર ચાલુ રખાઈ હતી. દર્દી અર્ધબેભાન અવસ્થામાં જ હતા, સખત તાવ વચ્ચે બારેક દિવસ જનરલ વોર્ડમાં સારવાર ચાલી હતી, એ પછી નવમી ઓક્ટોબરે બ્લડ રિપોર્ટ બરોબર નથી એમ કહીને આઈસીયુમાં રખાયા હતા. એ પછી તબિયતમાં થોડોક સુધારો થયો હતો. જોકે હાલમાં ફેફસાંમાં ઈન્ફેક્શનના કારણે તબિયત ગંભીર થઈ છે. હોસ્પિટલમાં ડ્રેસિંગ પણ સમયસર કરાતું ન હતું. યોગ્ય સારવારના અભાવે આ હાલત થઈ હોવાનો સગાનો આક્ષેપ છે. દર્દીના બેડની ચાદર બદલવાનો ચાર્જ પણ 100 રૂપિયા વસૂલાય છે.

Back to top button