ભારે વરસાદને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર
ભાવનગર, 28 ઓગસ્ટ, 2024: રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં ખાનગી ઉપરાંત જાહેર વાહન વ્યવહાર ઉપર પણ ગંભીર અસર પડી રહી છે. આ સ્થિતિમાં ક્યાંક એસટી બસો તેમજ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક બસો અને ટ્રેનો કેન્સલ પણ કરવી પડે એવી સ્થિતિ છે. આ દરમિયાન, ભાવનગર ડિવિઝને એક યાદી બહાર પાડીને અમુક ટ્રેનના સમયમાં ફેરફાર થયો હોવાનું જણાવ્યું છે.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. 28.08.2024 ની ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 08.50 કલાકને બદલે 04 કલાકના વિલંબ સાથે સંભવિત પુન: નિર્ધારિત સમય 12.50 કલાકે ઉપડશે.
2. 28.08.2024ની ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 10.05 કલાકના બદલે 02 કલાકના વિલંબ સાથે સંભવિત પુનઃનિર્ધારિત સમય 12.05 કલાકે ઉપડશે.
3. 28.08.2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 11.50 કલાકને બદલે 04.55 કલાકના વિલંબ સાથે સંભવિત પુનઃનિર્ધારિત સમય 16.45 કલાકે ઉપડશે.
ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચોઃ શું ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડશે? વિદ્યાર્થીઓ કેમ કરી રહ્યા છે દેખાવો? જાણો