આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

મક્કામાં કુદરતનો કહેર, ભારે વરસાદથી ચારેબાજુ તબાહી, જૂઓ વીડિયો

મક્કા, તા.8 જાન્યુઆરી, 2025: મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવતા શહેર મક્કા પર કુદરત કોપાયમાન થયું છે. સાઉદી અરેબિયામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મક્કા અને મદીનાના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને જેદ્દાહ શહેર અને ગવર્નરેટના અન્ય વિસ્તારોમાં કરા અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. સાઉદી ગેઝેટના અહેવાલ અનુસાર, મક્કા, જેદ્દાહ અને મદીના શહેરોની શેરીઓ અને ચોકમાં વરસાદી પાણી ભરાઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિકને પણ અસર થઈ હતી. ઘણી જગ્યાએ શેરીઓમાં ગાડીઓ રમકડાની જેમ તણાતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ અંગેના વીડિયો વાયરલ થયા છે.

સાઉદી અરેબિયાના જળ અને કૃષિ મંત્રાલયના અહેવાલ અનુસાર, દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. મદીનામાં સૌથી વધુ 49.2 મીમી વરસાદ નોંધાયો છે. જેદ્દાહ શહેરના અલ-બસતીન જિલ્લામાં 38 મીમી વરસાદ નોંધાયો છે, જે બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. મંત્રાલયની પર્યાવરણ એજન્સીએ જણાવ્યું હતું કે મદીનાના કેટલાક ભાગોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. મદીનામાં પ્રોફેટની મસ્જિદના સેન્ટ્રલ હરમ વિસ્તારમાં 36.1 મીમી, બદ્રના અલ-મસ્જિદ વિસ્તારમાં 33.6 મીમી, કુબા મસ્જિદમાં 28.4 મીમી, સુલ્તાના પડોશમાં 26.8 મીમી અને અલ-સુવૈદારિયા અને બદ્રમાં 23.0 મીમી વરસાદ નોંધાયો હતો.

સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે જેદ્દાહ શહેર હજુ પણ રેડ એલર્ટ પર હતું, જેને હવે નારંગીમાં બદલવામાં આવ્યું છે. આ સાથે, મધ્યમ વરસાદ, ભારે પવન, લગભગ ઝીરો વિઝિબિલિટી અને હાઇ ટાઇડની આગાહી કરવામાં આવી છે. હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ યથાવત છે. જોખમને ધ્યાનમાં રાખીને, લોકોને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ હવામાન અપડેટ પર નજર રાખવાની પણ સલાહ આપી છે.

જેદ્દાના કિંગ અબ્દુલઅઝીઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથકે મુસાફરોને તેમની મુસાફરી માટે હવાઇમથક પર જતા પહેલા સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા અને વરસાદની સ્થિતિને કારણે ફ્લાઇટની અપડેટ્સ મેળવવા વિનંતી કરી છે.

2009ની ઘટના થઈ તાજી

જેદ્દા આ પહેલા પણ પૂરનો સામનો કરી ચૂક્યું છે. આ શહેરમાં 2009માં 100થી વધારે મૃત્યુ થયા હતા. આ વખતે પણ તેવી જ સ્થિતિ છે. મક્કાના પોશ વિસ્તારોમાં ધનિકોને સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે, જ્યારે ગરીબો અને મધ્યમવર્ગ પાણીમાં ડૂબવા મજબૂર છે. પૂર દરમિયાન અસમાનતા ઉડીને આંખે વળગે છે. એનએમસીએ સપ્તાહ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે.

Back to top button