ગુજરાત

ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 218 રસ્તા બંધ થયા, 9 સ્ટેટ હાઇવે પણ બંધ

Text To Speech

હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. જેને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. જાણકારી મુજબ વરસાદને લઈને રાજ્યમાં 218 રસ્તા બંધ થયા છે, આ સાથે જ રાજ્યમાં 9 સ્ટેટ હાઇવે પણ બંધ છે.https://twitter.com/collectorsurat/status/1675039323568361472?s=20

વરસાદથી રસ્તાસ બંધ-humdekhengenews

ભારે વરસાદના પગલે 218 રસ્તા, 9 સ્ટેટ હાઈવે બંધ થયા

જાણકારી મુજબ રાજ્યમા ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે રાજ્યમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. રાજ્યમાં 218 રસ્તા બંધ થયા છે. જ્યારે 9 સ્ટેટ હાઈવે વરસાદના કારણે બંધ થયા છે. પંચાયત હસ્તકના 198 રોડ બંધ થયા છે. જ્યારે 11 અન્ય માર્ગો બંધ થયા છે.

 

સૌથી વધુ રસ્તા નવસારીમાં બંધ થયા

મહત્વનું છે સૌથી વધુ રસ્તા નવસારીમાં બંધ થયા છે. નવસારીમાં 67 માર્ગો બંધ થયા છે. જ્યારે વલસાડમા 54 રસ્તા,તાપી જીલ્લામાં 22 રસ્તા , સુરત જીલ્લામાં 25 રસ્તા, ડાંગ જિલ્લામાં 14 માર્ગો, જુનાગઢ જીલ્લામાં 13 રસ્તા બંધ થયા છે.

વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયો

રાજ્યમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે. વરસાદના કારણે એસટી બસના રુટને પણ અસર થઈ છે. રાજ્યમા કુલ 32 રુટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના 32 રુટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામા આવી છે. જેમાં સૌથી વધુ જામનગરમા 27 રુટ પર 64 ટ્રીપ, જુનાગઢમા 31 ટ્રીપ રદ કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 3 રુટ પર પાંચ ટ્રીપ રદ કરવામાં આવી છે. તેમજ સુરેંદ્રનગર 2 રુટ પર 4 ટ્રીપ રદ થઈ છે.

 આ પણ વાંચો : ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા જાહેર, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

Back to top button