એપથી ફ્રી કોલને કારણે સરકાર ખૂબ જ ટેન્શનમાં, ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય
હાલ લોકો વોટ્સએપ, ફેસબુક અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. લોકો વોટ્સએપના માધ્યમથી તેમના મિત્રો, સંબધીઓ સાથે જોડાયેલા રહે છે. ત્યારે હાલ એક એવા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે આ પ્લેટફોર્મ્સ યુઝર્સને ઝટકો લાગી શકે છે. વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપથી ફ્રી કોલને કારણે સરકાર ખૂબ જ ટેન્શનમાં છે. જેના કારણે સરકાર આ કોમ્યુનિકેશન એપ્સને તેના નિયંત્રણ હેઠળ લાવશે. આપને જણાવી દઈએ કે, ઈન્ટરનેટ કોલને ટ્રેક કરવા ઘણા મુશ્કેલ છે. પરંતુ જો સરકાર આ એપ્સને નિયંત્રણ હેઠળ લાવશે તો તેને સરળતાથી ટ્રેક કરી શકાશે.
જો સરકાર આ ઓવર-ધ-ટોપ (OTT) કોમ્યુનિકેશન એપ્સને તેના નિયંત્રણ હેઠળ લાવશે તો આ એપ્સથી કરવામાં આવતા ફ્રી કોલને ટ્રેક કરી શકાશે. એક રિપોર્ટ મુજબ એક અધિકારીએ જણાવ્યું કે, દેશની સુરક્ષા અને નાણાકીય છેતરપિંડીનું જોખમ આ ફ્રી કોલ્સથી ઘણુ વધી જાય છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, સામાન્ય વૉઇસ કૉલ્સને ટ્રૅક કરવું એકદમ સરળ છે, પરંતુ OTT કૉલ્સના કિસ્સામાં એવું નથી. ફ્રી ઈન્ટરનેટ કોલ્સનો મોટો હિસ્સો OTT દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ કેટલી માત્રામાં થાય છે તેની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આ બધું ડેટા સેશનમાં થાય છે જેને મિનિટોમાં ગણી શકાય નહીં. તે બાઈટમાં ગણી શકાય. ભારતમાં ડેટાનો વપરાશ પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ગણો વધ્યો છે. આમાં સૌથી મોટી ભૂમિકા 4G કનેક્ટિવિટીની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં વોટ્સએપના 500 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. અહીં વપરાશકર્તાઓ ફ્રી વૉઇસ કૉલ્સ માટે ઓવર-ધ-ટોપ (OTT)કમ્યુનિકેશન એપ્સનો વ્યાપકપણે ઉપયોગ કરે છે.