ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી હવાઈ સેવા પ્રભાવિત, IGI એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

Text To Speech

નવી દિલ્હી, તા. 5 જાન્યુઆરી, 2025: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધુમ્મસ અને ઠંડીની સમસ્યા વધી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં મોટાભાગના સ્થળોએ મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. રવિવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.

દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો

હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે આજે બપોરે દક્ષિણ-પૂર્વથી પવનની ગતિ વધીને 8-10 કિમી પ્રતિ કલાક થવાની ધારણા છે. સાંજે અને રાત્રે પવનની ગતિ 6 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. દિલ્હીમાં લો વિઝિબિલિટીના કારણે 19 ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય ઝીરો થઈ ગઈ હતી.

દિલ્હી એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી

દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરીને કહ્યું, દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક-ઓફ ચાલુ છે, પરંતુ કેટ III ધોરણોનું પાલન ન કરતી ફ્લાઇટ્સને અસર થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ફ્લાઇટ સંબંધિત નવીનતમ માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરે. કોઈપણ પ્રકારની અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ.

આ પણ વાંચોઃ Weather Update: પહાડી રાજ્યોમાં બરફવર્ષાનું એલર્ટ, આ રાજ્યમાં 3 દિવસ સ્કૂલો રહેશે બંધ

Back to top button