ટોપ ન્યૂઝનેશનલ

સિક્કિમમાં ભારે પૂર બાદ 23 સૈન્ય જવાનો લાપતા, હજારોને અસર

Text To Speech

ઈશાન ભારતના સિક્કિમમાં અતિ ભારે વરસાદ અને તેને કારણે એકાએક પૂર આવતા ભારતીય સૈન્યના 23 જવાનો લાપતા થયા છે. સમાચાર એજન્સીએ આ અંગે આસામના સૈન્ય પીઆરઓને ટાંકીને આપેલા અહેવાલ અનુસાર ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતા તીસ્તા નદીમાં અચાનક આવેલા ભારે પૂરમાં સૈન્ય જવાનોના વાહનો તણાઈ જતા 23 જવાન લાપતા છે અને તેમને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

ઉત્તર સિક્કિમના લ્હોનક સરોવર ક્ષેત્રમાં બુધવારે, 4 ઑક્ટોબરે વહેલી પરોઢે વાદળ ફાટતા પૂર આવ્યું હતું જેને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા અનેક લોકો ફસાઈ ગયા હતા જેમને બચાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પૂરને કારણે ડિકચુ અને તુંગ ખાતે બે પુલ પણ તૂટી પડ્યા હતા. પરિણામે મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકોને બચાવવા ડીઆરઓ કર્મયોગી તથા સરકારી તંત્રે બચાવ કામગીરી શરૂ કરી હતી.

સિક્કિમની આ સ્થિતિ અંગે વેધરમેન શુભમ નામના એક યુઝરે પણ વીડિયો પોસ્ટ કર્યો હતો, જૂઓ-

આસામમાં ભારતીય સૈન્યના પીઆરઓ દ્વારા બચાવ કામગીરીના કેટલાક ફોટા પણ ઑફિસિયલ હેન્ડલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ઝારખંડ અને કેરળમાં ભારે વરસાદને કારણે જાનમાલને ભારે નુકસાન

Back to top button