ગુજરાતટોપ ન્યૂઝ

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત, સામે આવ્યા કરોડોના બોગસ વ્યવહાર

Text To Speech

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત બંગલાથી અટકાયત કરવામાં આવી છે. સાથે જ તેમના CAની પણ અટકાયત કરવામાં આવી છે.

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત

વિપુલ ચૌધરી સામે સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ છે કે વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપની બનાવી 320 કરોડ ટ્રાન્સફર કર્યા. નાણાંકીય ગેરરીતિ મામલે હવે તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

થઈ શકે છે વધુ કેટલાક ખુલાસા

ફરિયાદમાં કરોડોની રકમ સામે આવી છે ત્યારે હવે તેમની ધરપકડ બાદ આ કેસમાં કેટલાક વધુ ખુલાસા થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડેરીમાં ઉચાપત થઈ હોવાની વાતો સામે આવ્યા બાદ હોબાળો થયો હતો અને તેમની સામે ફરિયાદ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી હવે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને ધરપકડ બાદ આ કેસમાં વધુ કેટલીક બીજા ખુલાસા થઈ શકે છે.

Back to top button