- વિમાનમાં 150થી વધુ મુસાફરો સવાર હતા
- ટેકઓફ સાથે જ પ્લેનના એન્જિનમાં આગ લાગી
- ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સલામત
કાઠમંડુ એરપોર્ટથી દુબઈ જતા ફ્લાય દુબઈના વિમાનમાં આગ લાગી હતી. જે બાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાય દુબઈ ફ્લાઈટ 576 (બોઈંગ 737-800) સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. આ ફ્લાઈટ કાઠમંડુથી દુબઈ જઈ રહી છે.
ટેકઓફ સાથે જ પ્લેનના એન્જિનમાં આગ લાગી
સોમવારે લગભગ 150 લોકો સાથે ફ્લાય દુબઈના એરક્રાફ્ટે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ તેના એક એન્જિનમાં આગ લાગી હોવાનું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. વિમાનમાં 50 નેપાળી મુસાફરો સહિત 150થી વધુ લોકો સવાર છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓએ કાઠમંડુના આકાશમાં વિમાનને આગ પકડતા જોયું હતું.
પાઈલોટે એરપોર્ટને ઇમરજન્સીની જાણ કરી
કાઠમંડુ એરપોર્ટ ઓથોરીટીને પાઈલોટનો મેસેજ મળતાની સાથે જ ફાયર ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. પાઈલોટે પ્લેનને સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું હતું અને આગ પર પણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ પેસેન્જર ઘાયલ થયું હોવાના કોઈ અહેવાલ નથી.
ફ્લાઇટ દુબઈ જવા રવાના
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્લાય દુબઈ ફ્લાઇટ હાલમાં તેના ગંતવ્ય તરફ આગળ વધી રહી છે. પ્લેનનું એક એન્જિન કાર્યરત છે. ફ્લાય દુબઈ ફ્લાઇટ 576 કાઠમંડુથી દુબઈ હવે સામાન્ય છે. કાઠમંડુ એરપોર્ટની કામગીરી પણ સામાન્ય સ્થિતિમાં શરૂ કરવામાં આવી છે.