ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં ટ્રાફ્કિ જામની સમસ્યા નિવારવા DSP રવિ તેજા લેશે મોટો નિર્ણય

Text To Speech
  • પોલીસ અધિક્ષક રવિ તેજા દરરોજ ચ-0 સર્કલ ઉપર ઊભા રહે છે
  • ગાંધીનગરના નાગરિકોએ સોશિયલ મીડિયા પર કામગીરી જોઇ
  • કાયમી સ્તરે ડાયવર્ઝન અને રસ્તાની ડિઝાઇનમાં ફેરફાર કરાવશે

ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીને સપ્તાહ પૂર્વે સાતથી આઠ દિવસ ચ- શૂન્ય સર્કલ ઉપર સતત ઊભા રહેતા જોવા મળ્યા હતા. વિધાનસભાના ચોમાસુ સત્ર પૂર્વે ગાંધીનગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર પોલીસ બંદોબસ્તનું હોવું એ કંઇ નવી બાબત નથી.

આ પણ વાંચો: IAS વિજય નેહરાના ત્વરિત અને સફળ નિર્ણયથી રાજ્યની સુખાકારી વધી 

ટ્રાફ્કિ જામની સમસ્યાને ઉકેલવા જાતે જ નિરિક્ષણ પર

પરંતુ, નવા DSP શેટ્ટી આવા બંદોબસ્ત માટે નહી પણ મેટ્રો રેલના ચાલુ કામકાજ દરમિયાન અમદાવાદ એરપોર્ટ રોડ અને સરખેજ હાઇવે પરથી આવતા ટ્રાફ્કિના મેનેજમેન્ટ માટે સતત એક સપ્તાહ સુધી ઊભા રહીને ચ- શૂન્ય પર ટ્રાફ્કિ જામની સમસ્યાને ઉકેલવા જાતે જ નિરિક્ષણ કરી રહ્યા હતા. બાદમાં તેમણે ચ- શૂન્ય સર્કલ બેરિકેટિંગ કરાવ્યું છે. આ રીતે જ તેઓ ગાંધીનગરમા અલગ અલગ ઇવેન્ટ વેળાએ ટ્રાફ્કિનો પ્રવાહ જાણીને કાયમી સ્તરે ડાયવર્ઝન અને રસ્તાની ડિઝાઇનમાં ફેરફાર કરાવશે તેમ કહેવાય છે.

આ પણ વાંચો: ગુજરાત: રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ પર આવકવેરા વિભાગની તવાઇ 

જાણો રવિ તેજા વાસમસેટ્ટી વિશે:

ગાંધીનગર જિલ્લામાં એક વર્ષના ટૂંકા સમયમાં એસપી તરુણ દુગ્ગલની બદલી થતા તેમની જગ્યાએ નવા એસપી તરીકે જૂનાગઢના રવિ તેજા વાસમસેટ્ટીને મુકવામાં આવ્યા છે. ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના સંકલ્પ સાથે ચાર્જ સંભાળ્યો હતો. નવા એસપીએ જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વન ટુ વન મુલાકાત કરી હતી અને તેમના વિસ્તારનો તાગ મેળવ્યો હતો. જિલ્લામાં ગુનાખોરી ડામવા માટેના અને પોલીસ અધિકારી અને કર્મચારીઓનો પરિચય મેળવ્યો હતો. નવા એસપી રવિ તેજાની કામગીરી ગાંધીનગરના નાગરિકોએ સોશિયલ મીડિયામાં જોઇ છે, જેને લઇને તેમની પાસેથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની આશા રાખી રહ્યા છે.

Back to top button