નશામાં ધૂત પેસેન્જરે 30 હજાર ફૂટની ઊંચાઈએ મચાવ્યો હંગામો, વીડિયો થયો વાયરલ
નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર : તમે ઘણી વાર આવી વાર્તાઓ સાંભળી હશે જ્યાં લોકો દારૂના નશામાં કંઈપણ કરે છે. કેટલાક લોકો દુનિયાની ચિંતાઓ ભૂલીને નાચતા અને ગાતા જોવા મળે છે, જ્યારે કેટલાક હંગામો મચાવતા જોવા મળે છે. કેટલાક લોકો એટલો આત્મવિશ્વાસુ બની જાય છે કે તેઓ ડ્રાઇવિંગ સીટ પર બેસવાનો આગ્રહ રાખે છે અને પ્રખ્યાત ડાયલોગ ‘આજ ગાડી તેરા ભાઈ ચલેગા’ બોલે છે. આવી જ ઘટના લંડનની એક ફ્લાઈટમાં બની હતી. જ્યાં એક નશામાં ધૂત પેસેન્જરે 30 હજાર ફૂટની ઊંચાઈએ હંગામો મચાવ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે.
On September 3, #easyJet Airbus A320 (G-EZUR) flight #U28235 from #London Gatwick to #Kos, Greece, was forced to divert to #Munich after a drunk passenger allegedly attempted to open an emergency exit door during the flight.
🎥 ©Charlotte_keen1/TikTok#aviation #AvGeek #avgeeks pic.twitter.com/ZakIQO8FEv
— FlightMode (@FlightModeblog) September 5, 2024
આ ઘટના ગત મંગળવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. ઈઝીજેટ ફ્લાઈટ U28235, જે લંડનથી ઉડાન ભરી હતી, તે 4 કલાકમાં ગ્રીસના કોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવાની હતી. પરંતુ પ્લેન 30 હજાર ફૂટની ઉંચાઈએ પહોંચતા જ નશામાં ધૂત પેસેન્જરે હંગામો મચાવ્યો હતો. તેણે કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ પણ શરૂ કર્યો હતો. તેણે ફ્લાઈટના કેપ્ટનને અપશબ્દો કહ્યા અને પોતાની સીટ પર ઉભા રહીને જોરથી બૂમો પાડવા લાગ્યો હતો.
ક્રૂ મેમ્બર્સે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ગાળો આપવાનું શરૂ કર્યું અને મારપીટ શરૂ કરી હતી. કેટલાક મુસાફરોએ તેને કાબૂમાં રાખ્યો હતો અને પોલીસ આવે ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો. આરોપીઓએ એટલો બધો હંગામો મચાવ્યો કે પાઈલટોએ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્લેનને મ્યુનિક ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળ્યું હતું. જર્મન પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને હાથકડી પહેરાવીને લઈ ગઈ હતી.
પોલીસ આવતાં મુસાફરોએ ઉજવણી કરી
ફ્લાઈટ ટ્રેકર ‘ફ્લાઈટઅવેર’ના જણાવ્યા અનુસાર, વિમાને ટેકઓફના માત્ર 1 કલાક 44 મિનિટ બાદ ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જ્યારે પોલીસ આરોપીને ઝડપી રહી હતી. એક મુસાફરે ખુશીથી બૂમ પાડી, ‘જાઓ, તમે હારી ગયા’. અને કેટલાક મુસાફરોએ તાળીઓ પાડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સુનીતા વિલિયમ્સને અંતરિક્ષમાં જ છોડીને સ્ટાર લાઈનર ધરતી ઉપર પરત ફર્યું