ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

નશામાં યુવક વીજલાઈનના થાંભલે ચડ્યો, કરંટ લાગતાં નીચે પટકાયો, જૂઓ વીડિયો

Text To Speech
  • વીજલાઈનના થાંભલે ચડ્યા બાદ યુવકે ડ્રામા કર્યા, આ દરમિયાન તેને વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝ્યો અને નીચે પડકાયો

નોઈડા, 09 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક ખૂબ જ હેરાન કરનારો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક નશામાં વીજલાઈનના થાંભલે ચડીને હાઈવોલ્ટેડ ડ્રામા કરી રહ્યો છે, આ દરમિયાન તેને વીજ કરંટ લાગે છે અને તે ખરાબ રીતે દાઝી જાય છે અને પછી ધટાક કરતો નીચે પટકાય છે. ગંભીર રીતે દાઝી ગયેલાઆ યુવકને તાત્કાલિક કૈલાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે જેવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુલંદશહેરના સિકંદરાબાદ પોલીસ સ્ટેશનના કલોંડા નિવાસી વકીલનો પુત્ર નોશાદ (35 વર્ષ) દૌજી મંદિર ટાઉન પોલીસ સ્ટેશન જેવરમાં ઇલેક્ટ્રિક પોલ પર ચડ્યો હતો અને ઇલેક્ટ્રિક વાયર પકડી લીધો હતો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ પોલીસે કૈલાશ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.

યુવક નશાની હાલતમાં હતો

આ મામલે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસ દરમિયાન યુવક નશાની હાલતમાં જોવા મળ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયાનો લાભઃ 8 વર્ષથી ગુમ રોહિતનું ઇન્સ્ટાગ્રામને કારણે પરિવાર સાથે મિલન

Back to top button