ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરામાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, કારમાંથી પોલીસ ઓન ડ્યુટી લખેલી પ્લેટ મળી

Text To Speech

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માત બાદ આખા રાજ્યમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ ટ્રાફીકના નિયમો તોડનારા સામે કાર્યવાહી કરી રહી છે અને કેસ પણ નોંધી રહી છે, પરંતુ પોલીસના અભિયાનમાં દારૂબંધીના કડક અમલના દાવા સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. રાજ્યમાં નબીરાઓ સુધરવાનું નામ જ ન લેતા હોય તોવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં વધુ એક નબીરાનું કારસ્તાન સામે આવ્યું છે.

નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જો અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ પાર્સિંગના કાર ચાલકએ દારૂના નશામાં ડિવાયડર પર ગાડી ચઢાવી ઝાડ સાથે અથડાવી દીધી હતી. જો કે સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિની માહિતી મળી નથી.

આ પણ વાંચો : વેજલપુરનો સબ રજીસ્ટાર અધિકારી દોડ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

કારમાંથી પોલીસ ઓન ડ્યુટી લખેલી પ્લેટ મળી

કાર પર પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી લખેલી પ્લેટ, કાર પર ગુજરાત પોલીસનો લોગો અને ‘ભારત સરકાર’ લખેલું લખાણ મળ્યું હતું.

પોલીસે કાર ચાલકની કરી ધરપકડ

આ કાર પોલીસ હેડ કવાટર્સની ગાડી હોવાનું ડ્રાઇવરે નિવેદન આપ્યું હતું, તેમજ ડ્રાઇવરના કહેવા મુજબ, એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઈડમાં કાર દબાવતા અકસ્માત સર્જાયો હતો. હાલ અકસ્માત સર્જનાર કાર ચાલક અક્રમ સિંધી વિરુદ્ધ કારેલીબાગ પોલીસે ગુનો દખલ કરી ધરપકડ કરી છે. આ ઉપરાંત નશાની હાલતમાં જોખમી રીતે કાર ચલાવવાનો કાર ચાલક પર આરોપ છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડ: ભૂસ્ખલન થતાં પથ્થર ગાડી પર પડ્યો, 4 અમદાવાદીઓના મોત

Back to top button