અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
- બે પેસેન્જરો પાસેથી રૂ. 15 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે
- વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો
- પેસેન્જરો પાસેથી 9.5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્રગ્સનું હબ બનતુ જાય છે તેવી ચર્ચા લોકોમાં શરૂ થઇ છે. જેમાં બે પેસેન્જરો પાસેથી રૂ. 15 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડીઆરઆઇના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના બે પેસેન્જરો પાસેથી 9.5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે.
15.5 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત 15 કરોડ રૂપિયા
15.5 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત 15 કરોડ રૂપિયા છે. ભારતીય નાગરિકે ગાંજો વેક્યુમ પેકિંગ કરીને છુપાવ્યો હતો પણ, વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં. સળંગ બે દિવસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો છે. કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલા થાઇલોન્ડના નાગરિક પાસેથી 6.5 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો તેની કિંમત પાંચ કરોડ થવા જાય છે. કસ્ટમની કાર્યવાહી બાદ ડી.આર.આઇને બાતમી મળી હતી કે આ જ ફ્લાઇટમાં અન્ય એક પેસેન્જર ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ માટે કામ કરી રહ્યો છે અને હાઇબ્રીડ ગાંજો બેગેજમાં લઈને આવી રહ્યો છે.
વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો
આ બાતમીના આધારે ડીઆરઆઇના અધિકારીઓએ આ ભારતીય નાગરિકના બેગેજની તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળીઓમાં કપડાંની વચ્ચે ગાંજો છુપાવેલો મળી આવ્યો હતો. આ ભારતીય નાગરિકે પણ ગાંજો વેક્યુમ પેકિંગ કરીને છુપાવ્યો હતો પણ તેણે ચાલાકીએ કરી હતી કે, વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં. ડીઆરઆઇ પાસે ચોક્કસ માહિતી હતી અને જે પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે તે ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા સિન્ડિકેટનો મેમ્બર છે. તે દેશના જુદા જુદા એરપોર્ટ ઉપર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે. જેથી તેને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયા શહેરમાં બરફીલા ઠંડા પવનથી શહેરીજનો ધ્રુજ્યા