અમદાવાદમાંથી સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, રૂ.1.03 કરોડના જથ્થા સાથે સપ્લાયરની ધરપકડ
અમદાવાદ, 21 નવેમ્બર : અમદાવાદમાંથી સતત બીજા દિવસે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમબ્રાન્ચની ટીમે 1.23 કિલોગ્રામ એમડી ડ્રગ્સ ઉપરાંત હથિયાર અને રોકડ કબજે કર્યા છે. આ માદક પદાર્થ સાથે સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા દાણીલીમડા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે શહેર એસઓજી દ્વારા પણ નારણપુરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રૂ.25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે 5 શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.
Gujarat | Crime Branch, Ahmedabad City has arrested one person named Zishan Datta Pawale with 1.23 kg of MD drugs worth Rs 1.3 crores. 2 weapons, 40 live rounds/cartridges and Rs 18 lakhs from the Danilimda area. The accused is a history-sheeter. The legal process is currently…
— ANI (@ANI) November 21, 2024
ડ્રગ્સ, હથિયાર અને રોકડ કબજે કરવામાં આવી
આ અંગે સમાચાર એજન્સી ANI પાસેથી મળેલી જાણકારી મુજબ અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાંથી રૂ.1.03 કરોડની કિંમતના 1.23 કિલો એમડી ડ્રગ્સ સાથે સપ્લાયર ઝીશાન દત્તા પાવલે નામના એક શખસની ધરપકડ કરી છે. ઉપરાંત તેની પાસેથી 2 હથિયારો, 40 રાઉન્ડ જીવતા કારતુસ અને રૂ.18 લાખ રોકડ કબજે કરવામાં આવી છે. ઝડપાયેલો આરોપી હિસ્ટ્રીશીટર હોવાનું જાણવા મળ્યું છે. હાલ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.
ગઈકાલે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી
મહત્વનું છે કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસરની નજીક આવેલી એલીફંટા સોસાયટીના 14 માળે એસઓજીની ટીમે મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોસાયટીના રહીશ જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ફ્લેટમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની અંદાજે બજાર કિંમત 25થી વધુ હોવાનું અનુમાન છે. આ ડ્રગ્સના કેસમાં 7 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો :- મહારાષ્ટ્ર ચૂંટણી : મતદાન બાદ સંઘ પ્રમુખ સાથે ફડણવીસની મુલાકાત, જાણો શું થયું