અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના વેજલપુરમાંથી ડ્રગ્સ પેડલર પકડાયો, આ રીતે કરતો હતો સપ્લાય….

Text To Speech

રાજ્યભરમાં નશાનો કારોબાર બેફામપણે ચાલી રહ્યો હોવાની સાબિતી અવારનવાર મળી રહે છે. રાજ્યનું યુવાધન દારૂને બદલે હવે ડ્રગ્સની ચૂંગાલમાં વધુ ફસાઈ રહ્યું હોય તેવું લાગે છે. તેવામાં અમદાવાદ શહેરમાં હજુ પણ મેફોડ્રોન ડ્રગ્સનો વેપાર યથાવત છે ગાંધીનગરની એજન્સીઓ નિષ્ક્રિય જોવા મળી રહી છે.અમદાવાદ શહેરના સરખેજ વેજલપુર વિસ્તારમાં મેફોડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરને એસઓજીએ પકડી પાડ્યો હતો.એસઓજીએ તેની પાસેથી 22.140 ગ્રામ મેફોડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુલ 2.85 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ અંગે એસઓજીએ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરનો નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ છેલ્લા કેટલાય સમયથી સુસુપ્ત અવસ્થામાં આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરના સરખેજ વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ કરનાર શખસ સરખેજ વેજલપુર વિસ્તારમાં હોવાની બાતમી એસઓજીને મળી હતી. આ અંગે ડીવાયએસપી બી સી સોલંકીએ જણાવ્યુ હતુ કે, ડ્રગ્સની માહિતી હતી તેથી ટીમ વોચમાં હતી પોલીસ ટીમે સોહિલ સાદિક ચૌહાણ(ઉ.26)ને પકડી પાડ્યો હતો. સોહિલ મૂળ મીરાગેટ, પાલનપુર, બનાસકાંઠાનો વતની છે. તે હાલ અમદાવાદ સરખેજ વિસ્તારમાં આવેલા મમી રેસિડેન્સીમાં રહેતો હતો.

સરખેજ વેજલપુર વિસ્તારમાં ફરતો અને મેફેડ્રોનનો જથ્થો રાખી વેચાણ કરતો હતો. સોહિલને પકડી તેની પાસેથી પોલીસે 22.140 ગ્રામ મેફેડ્રોન પકડી પાડ્યું હતુ. ડ્રગ્સની કિંમત 2.21 લાખ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે એસઓજીએ ગુનો નોધી આરોપી સોહિલની ધરપકડ કરી હતી. આરોપી ડ્રગ્સ ક્યાથી લાવતો અને કોને કોને વેચાણ કરતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં કેટલો ડ્રગ્સનો જથ્થો વેચાણ કર્યો તે અંગે પણ પોલીસે તેની સઘન પુછપરછ કરી છે.

Back to top button