અમદાવાદમાં ફરી પકડાયું ડ્રગ્સ, ક્યારે અટકશે સિલસિલો ?
અમદાવાદમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હજુ ગઈ 24 જાન્યુઆરીના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અબ્દુલ વાજીદ નામના આરોપીને એમડી ડ્રગના 3,24,600/- કિમતના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે આજે ફરીથી રામોલમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેના નકેથી કર્મા ડ્રગ્સની હેરાફેરી કરતાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 16.120 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિમત 1,61,000/- અને કાર સહિત રૂપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : 32 ગ્રામ મેફેડ્રોન સાથે એક આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર SOG
મળતી માહિતી મુજબ વડોદરામાં લિવ ઇનમાં રહેતા યુવક યુવતી અમદાવાદ આવી ડ્રગ્સ સપ્લાઈ કરતાં હતા, જેમાં યુવક ડ્રગ્સનો આદિ થઈ ગયો હતો જેના લીધે યુવતી પણ ડ્રગ્સની લતે ચઢી હતી. ફિરદોષ અને આશિષ બરોડામાં એક મોબાઈલ શોપમાં સાથે નોકરી કરતાં હતા અને ત્યા જ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારબાદ પરમ સંબંધમાં બંધાય હતા. આશિષના સંપર્કમાં આવ્યા બાદ ફિરદોષે તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા અને બંને લિવ ઇન માં રહેતા હતા.
આ પણ વાંચો : અમદાવાદ : આખી રાત ધમધમતાં સિંધુભવન રોડ પર કેમ બનાવવામાં આવી રહ્યું છે નાર્કોટિકસ્ પોલીસ સ્ટેશન ?
એક પછી એક જે રીતે ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ અમદાવાદમાં બની રહી છે ત્યારે હવે વિચારવા જેવી બાબત છે કે કેટલા પ્રમાણમાં અમદાવાદમાં ડ્રગ્સનું ચલણ થઈ રહ્યું છે. પોલીસ તપાસમાં એવું ખૂલ્યું હતું કે આશિષ અને ફિરદોષ અમદાવાદમાં રિક્ષા ચાલકોને ડ્રગ્સ સપ્લાય કરતાં હતા. આ બંને કોઈ સાગર મિસ્ત્રી પાસેથી ડ્રગ્સ ખરીદતા હોવાનું પણ ખૂલ્યું છે. પોલીસની કામગીરી પ્રશંસનીય છે પણ સવાલો ઓછા નથી કારણ કે, અમદાવાદમાં ડ્રગ્સનું ચલણ જે રીતે વધી રહ્યું છે તે ખૂબ મોટો ચિંતાનો વિષય છે.