ગુજરાતમાં લાકડાની આડમાં ડ્રગ્સની તસ્કરીનો ભાંડાફોડ થયો
- સત્તાવાર વિગતો પ્રાથમિક તપાસ બાદ જ બહાર આવે તેવી સંભાવના
- કંડલા અને મુન્દ્રા બંદરેથી આયાત કરાયેલા ચાર કન્ટેનરનું ચેકિંગ શરૂ
- તપાસમાં રૂ.1439 કરોડની કિંમતનું ગણાતુ 205.6 કિલો હેરોઈન કબજે
ગુજરાતમાં લાકડાની આડમાં ડ્રગ્સની તસ્કરીનો ભાંડાફોડ થયો છે. જેમાં ગાંધીધામના કન્ટેનર ડેપોમાં લાકડાની આડમાં ડ્રગ્સની આયાત થયાની શંકા છે. તેમાં DRIની તપાસ શરૂ થઇ છે ત્યારે લાકડામાં ડ્રગ્સ છૂપાવ્યાની આશંકા છે. કંડલા અને મુન્દ્રા બંદરેથી આયાત કરાયેલા ચાર કન્ટેનરનું ચેકિંગ શરૂ થયુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આ રીતે મિલકત ભાડે આપી હશે તો પ્રોપર્ટી ટેક્સમાં થશે ફાયદો
બાતમીના આધારે કરેલી તપાસમાં રૂ.1439 કરોડની કિંમતનું ગણાતુ 205.6 કિલો હેરોઈન કબજે
બાતમીના આધારે કરેલી તપાસમાં રૂ.1439 કરોડની કિંમતનું ગણાતુ 205.6 કિલો હેરોઈન કબજે કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ગાંધીધામ ખાતે આવેલા એક કન્ટેનર ડેપોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જે તપાસમાં લાકડાંની આડમાં ઘૂસાડવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાની ચર્ચા છે. બીજી તરફ ડીઆરઆઈની સાથે તપાસમાં એનસીબી પણ જોડાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અલબત ડીઆરઆઈના અધિકારીઓએ હાલ કન્ટેનરની તપાસ કરી રહ્યા હોવાથી ક્યા પ્રકારનું ડ્રગ્સ છે અને કેટલો જથ્થો છે ? તે સહિતની સત્તાવાર વિગતો પ્રાથમિક તપાસ બાદ જ બહાર આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ અરવિંદ કેજરીવાલને ફટકો પડયો
કંડલા અને મુન્દ્રા બંદરેથી આયાત કરાયેલા ચાર કન્ટેનરનું ચેકિંગ શરૂ
સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાની આડમાં આયાત કરાયેલા ડ્રગ્સના જથ્થા અંગે બાતમીના આધારે ડીઆરઆઈની ટીમ દ્વારા ગાંધીધામના હાઈવે પર આવેલા એક કન્ટેનર ફ્રેઈટ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીઆરઆઈની ટીમ કંડલા અને મુન્દ્રા બંદરેથી આયાત કરાયેલા ચાર કન્ટેનરનું ચેકિંગ શરૂ કર્યું હતું, જે તપાસમાં સફળતા હાંસલ થઈ હોવાની ચર્ચા સાથે ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળતુ નથી.