અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી
- DRIની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસે રેડ કરી હતી
- ફોરેન પોસ્ટ ઓફિસમાંથી બે શંકાસ્પદ પાર્સલ જપ્ત કરાયા
- બે કાચની બરણીમાં સંતાડેલું ડ્રગ્સ દમણ મોકલવાનું હતું
અમદાવાદમાં નેધરલેન્ડથી મોકલેલું MD ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પકડાયું છે. જેમાં વિશ્વ ડ્રગ્સ દિવસે જ 87 ગ્રામ ડ્રગ્સની ટેબ્લેટ-પાવડર મળ્યા છે. બે કાચની બરણીમાં સંતાડેલું ડ્રગ્સ દમણ મોકલવાનું હતું. તેથી DRIએ એનડીપીએસ એક્ટ અંતર્ગત આ જથ્થો જપ્ત કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં થયા MOU,કંપની સાણંદ ખાતે રૂ.2,000 કરોડનું રોકાણ કરશે
ફોરેન પોસ્ટ ઓફિસમાંથી બે શંકાસ્પદ પાર્સલ જપ્ત કરાયા
અમદાવાદ શહેરમાં એરપોર્ટથી લઇને અનેક જગ્યાએ ડ્રગ્સનો જથ્થો અવાર નવાર પકડાઇ રહ્યો છે. ત્યારે ડીઆરઆઇની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી બે શંકાસ્પદ પાર્સલ જપ્ત કરીને તપાસ કરતા એક્સ્ટસી ડ્રગ્સની 87 ગ્રામ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. DRIએ વધુ તપાસ કરતા આ જથ્થો નેધરલેન્ડથી મોકલવામાં આવ્યો હતો અને દમણ પહોંચાડવાનો હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાત: આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહિં હોય તો થશે આ નુકસાન
DRIની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસે રેડ કરી હતી
વિશ્વ ડ્રગ્સ દિવસે DRIની ટીમને બાતમી મળી કે, અમદાવાદ ફોરેન પોસ્ટની ઓફિસમાં બે કાચની બરણીમાં ડ્રગ્સનો જથ્થો છે. જેથી DRIની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસે રેડ કરતા ત્યાં પ્લાસ્ટિકના રંગીન કવરવાળી બે કાચની બરણી મળી આવી હતી. જે DRIએ બન્ને બરણી ખોલતા ઢાકણના નીચે બે પડીકીઓ મળી આવી હતી. બન્ને પડીકી ખોલીને તપાસ કરતા એકમાં એક્સ્ટસી ડ્રગ્સની ગોળીઓ અને બીજામાં સફેદ પાવડર મળી આવ્યો હતો. જેથી DRIની ટીમે બન્ને ડ્રગ્સને FSLમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: માધવપુરા બેંકના રૂ.1,020 કરોડના કૌભાંડીની મુશ્કેલી વધી
ડ્રગ્સ નેધરલેન્ડથી મોકલવામાં આવ્યું અને દમણ પાસે પહોંચાડવાનું હતુ
FSLમાં સામે આવ્યુ કે, આ ડ્રગ્સ એમડીએમએ છે. એમડીએમએ સામાન્ય રીતે એક્સ્ટસી,મોલી આઇસ અથવા મેથ તરીકે પણ ઓળખાય છે. જે કૃત્રિમ દવા છે અને ભારતમાં વર્ષોથી પ્રતિબંધિત છે. DRIએ એનડીપીએસ એક્ટ અંતર્ગત આ જથ્થો જપ્ત કરીને તે નેધરલેન્ડથી મોકલવામાં આવ્યો હતો અને દમણ પાસે પહોંચાડવાનો હતો. હવે આ કોણે મંગાવ્યો હતો અને શા માટે મંગાવ્યોહતો તેની તપાસ ચાલી રહી છે.