કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબીમાં ડ્રગ્સનું દૂષણ : LCB એ દરોડા પાડી 13.62 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

Text To Speech

રાજ્યમાં ડ્રગ્સ પેટલરો દ્વારા અનેક વખત ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસો કરવામા આવતા હોય છે. ત્યારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ પેટલરના આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ગત મોડી સાંજે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે.

LCB એ દરોડા પાડી ડ્રગ્સ પેટલરની ધરપકડ કરી

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીકથી મોટા પ્રમાણમાં એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે. જાંબુડીયા ગામે ફેક્ટરીમાં એક ઓરડી ભાડે રાખીને રહેતા રાજસ્થાની શખ્સ પાસેથી 136 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે મળેલ જથ્થાને જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમા ડ્રગ્સ ઝડપાયું-humdekhengenews

130 ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ મુજબ મોરબી એલ.સી.બી ટીમને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાન નાં બાડમેર જીલ્લાનો વતની અને હાલ વાકાનેર તાલુકાના ભાયાંતી જાંબુડિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં રહી કામ કરતો ઓમપ્રકાશ જાટ નામનો શખ્સ વેચાણ માટે ડ્રગ્સનો જથ્થો મંગાવીને રાખેલ છે. આ બાતમીને આધારે LCBની ટીમે અહી દરોડો પાડ્યો હતો જેમાં 130 ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિમત આશરે 13.62 લાખ રૂપિયા હોવાનું આંકવામાં આવી રહ્યું છે.

આરોપીએ પોલીસને આપી ચોંકાવનારી માહિતી

રાજસ્થાનના આ શખ્સ પાસેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ જથ્થો વેચાણ માટે મંગાવ્યો હોવાની કબૂલાત આપી બાડમેરથી પોતાની સાથે લાવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલ આ શખ્સે એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેરથી લઈને આવેલ હોવાની કબૂલાત કરી છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલ આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની તજવીજ હાથમાં કરવામાં આવી છે. અને આ શખ્સ ખરેખર કોની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને મોરબી જિલ્લામાં તે કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : ‘પઠાણ’ એ ત્રણ દિવસમાં કરી બમ્પર કમાણી, શું શાહરુખ તેની અન્ય ફિલ્મોનો તોડશે રેકોર્ડ ?

Back to top button