ફૂટપાથ પર બેઠેલા નશામાં ધૂત લોકો અને ગંદકીના થર… ભારતીયે બતાવી કેનેડાની હાલત, જૂઓ વીડિયો
- ભારતના ઘણા લોકો કેનેડામાં કામ કરે છે અને ઘણા ત્યાં અભ્યાસ પણ કરે છે
વેનકુવર, 23 ઓક્ટોબર: હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસી ગયા છે. બંને દેશો વચ્ચેના સંબંધો ક્યારે સુધરશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં, સત્ય એ છે કે, ભારતના ઘણા લોકો કેનેડામાં રહે છે. ઘણા લોકો ત્યાં કામ કરે છે અને ઘણા ત્યાં અભ્યાસ પણ કરે છે. આ દિવસોમાં, આવા ઘણા વીડિયો બહાર આવી રહ્યા છે જે કેનેડાની હાલની સ્થિતિનું વર્ણન કરે છે. આવો જ એક ભારતીયનો વીડિયો બહાર આવ્યો છે જે ફરિયાદ કરે છે કે કેનેડા હવે પહેલા જેવું નથી રહ્યું. ‘સંજુ_દહિયા’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેનેડાના રસ્તાઓની હાલત દર્શાવવામાં આવી છે, આ દ્રશ્ય વેનકુવર શહેરની શેરીઓના છે. વીડિયોમાં સંજુ દહિયા કેનેડામાં રસ્તાઓની હાલત બતાવે છે, જ્યાં લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, કેટલાક ડ્રગ્સ લઈ રહ્યા છે અને રસ્તાઓ પર કચરાના થર દેખાઈ રહ્યા છે.
જુઓ અહીં વીડિયો
View this post on Instagram
View this post on Instagram
આવી જ સ્થિતિ અન્ય એક વીડિયોમાં પણ બતાવવામાં આવી છે, જેમાં વેનકુવર શહેરની અન્ય એક ગલીનો નજારો બતાવે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા છે. ફૂટપાથ પર જાણે હંગામી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે.
વીડિયોમાં સંજુ દહિયા કહે છે કે, જ્યારે તે 2018માં હરિયાણાથી કેનેડા આવ્યો હતો ત્યારે પરિસ્થિતિ આવી નહોતી. આજના સંજોગો સાવ બદલાઈ ગયા છે. બેરોજગારી વધી છે, લોકો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. વેનકુવર જેવા શહેરમાં ભાડાના મકાનોની કિંમત ઘણી વધી ગઈ છે, તેથી લોકોને મકાનો પરવડે તેમ નથી.
તાજેતરમાં કેનેડાની સ્થિતિ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થયા હતા. એક વીડિયો બહાર આવ્યો હતો જેમાં વેઈટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઈનો લાગી હતી. અન્ય એક વીડિયોમાં એક કેનેડિયન મહિલા ભારતીય સાથે ગેરવર્તન કરી રહી હતી. આ વીડિયોને કેનેડા અને ભારતના બગડતા સંબંધોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે.
આ પણ જૂઓ: કેનેડા સાથેના તણાવ વચ્ચે પીએમ મોદીએ કહ્યું, ‘ભારત હલકા સંબંધોમાં માનતું નથી’