ગુજરાત

અમદાવાદમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ 10 હજારને પાર

Text To Speech
  • ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો દાવો
  • 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી
  • બાળકોને પાછા શાળાએ લાવવા માટે તમામ પ્રયત્ન ચાલુ

રાજ્યમાં એજ્યુકેશન ક્ષેત્રે સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રસ દ્વારા અલગ જ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં જ ધો. 8માં પાસ થયેલા 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

ડ્રોપ આઉટ રેશિયોને કારણે રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની નિષ્ફળતાઓ બહાર ના આવે તે માટે 20 ઓગસ્ટના રવિવારે ગુજરાતના શિક્ષણ સચિવ વિનોદ રાવના આદેશથી રજાના દિવસે પણ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો અને કોમ્પ્યુટર સ્ટાફને બોલાવીને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને ફરીથી ભણતા કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે.

ધો. 8માંથી ધોરણ-9માં પ્રવેશ નહિ લેનારા માત્ર અમદાવાદ જિલ્લાના 10 હજાર જેટલા વિદ્યાર્થી છે, એ જ રીતે સમગ્ર ગુજરાતમાં ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ કરતાં વધુ હોવી જોઈએ. શિક્ષણ સચિવ વિનોદ રાવે અમદાવાદ જિલ્લાના 10 હજાર વિદ્યાર્થીઓ પાછા લાવવા આપેલા આદેશને ઓડિયો ક્લીપ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને વાકેફ કર્યા છે.

ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે કાર્યક્રમો યોજી સરકારી તિજોરીમંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, શિક્ષણ ક્ષેત્રે બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના દાવા કરાય છે પણ ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના બાળકો શિક્ષણના અધિકારથી વંચિત છે. શિક્ષણ વિભાગ જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, રાજ્યની 38 હજાર સરકારી શાળાઓમાંથી 5,612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કે બંધ થઈ છે.

સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ગુજરાતમાં 1657 શાળા એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, આ સ્થિતિમાં ગુજરાતના બાળકો ભણે કઈ રીતે એ એક મોટો સવાલ ઊભો થાય છે. 14,652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે છે. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પોતાના છબરડા છુપાવવા માગે છે, શાળાઓનો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ વધી ગયો છે.

Back to top button