ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વેરાવળ નજીક એક વેપારી જહાજ પર ડ્રોન એટેક, હુમલા બાદ પ્રચંડ વિસ્ફોટ

Text To Speech

વેરાવળ (ગુજરાત), 23 ડિસેમ્બર: હિંદ મહાસાગરમાં ભારત આવી રહેલા એક વેપારી જહાજ પર હુમલો કરાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું. જેમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હાજર હતા. ભારતીય સેનાએ કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમને તે જગ્યાએ મોકલ્યું છે જ્યાં ભારત આવી રહેલા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો વેરાવળના દક્ષિણ-પશ્ચિમમાં થયો હતો, ત્યારબાદ જહાજમાં આગ ફાટી નીકળી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વેપારી જહાજ પર અજાણ્યા એરિયલ વાહન દ્વારા હુમલો કરાયો છે. દુર્ઘટના અંગે હજુ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ વિસ્ફોટના સમાચારથી નજીકના જહાજોમાં ગભરાટ ફેલાયો છે.બીજી તરફ, યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે અન્ય જહાજોને આ વિસ્તારમાંથી સાવધાની સાથે પસાર થવાની ચેતવણી જારી કરી છે.

 

ભારતીય અધિકારીઓ હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કરી શક્યા નથી. જો કે, સોશિયલ મીડિયા પર હુમલા અંગેની માહિતી ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. હુમલા પાછળનું કારણ અને હુમલાખોર વિશે કશું જાણી શકાયું નથી. અધિકારીઓની ટીમ તપાસ હાથ ધરી તથ્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને પગલે હિંદ મહાસાગરમાં ગભરાટનો માહોલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં જહાજને હાઈજેક કરવાની ઘટનાઓ બની છે.

આ પણ વાંચો: અરબી સમુદ્રમાં હાઇજેક માલ્ટા જહાજની મદદ માટે ભારતીય નૌકાદળ આગળ આવ્યું

Back to top button