અમદાવાદ RTO કચેરીમાં આજથી લાયસન્સ મેળવવા ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ
- નવેસરથી એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહીં
- RTOનું સર્વર પૂર્વવત પુનઃ શરૂ થઈ ગયું છે
- સારથી સર્વર ખોટકાતા લાઇસન્સની કામગીરી બંધ હતી
અમદાવાદ RTO કચેરીમાં આજથી લાયસન્સ મેળવવા ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થશે. જેમાં ઓનલાઈન લાયસન્સ માટેની કામગીરીમાં અરજદારોને મુશ્કેલી પડી હતી. તેમાં RTOમાં 4 દિવસથી સારથી સર્વર ખોટકાતા લાઇસન્સની કામગીરી બંધ હતી. તેમાં બે દિવસ કામગીરી બંધ રહેતા અંદાજે 40 હજારથી વધુને સીધી અસર થઈ છે.
આ પણ વાંચો: વડોદરામાં ભયંકર ગરમી જીવલેણ બની, ગભરામણ બાદ વધુ 2 લોકોના મૃત્યુ
નવેસરથી એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહીં
અમદાવાદ RTO કચેરીમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સર્વિર ડાઉન હોવાથી કાચા અને પાકા લાયસન્સ માટેની કામગીરી બંધ થઈ હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. RTO કચેરીનું સર્વર શનિવારથી પુનઃ કાર્યરત થઈ ગયું છે. પરંતુ રવિવારે રજા હોવાથી લાયસન્સ કામગીરી બંધ હતી અને હવે આજે તા. 20 મે, 2024ના રોજ સોમવારથી કાચા અને પાકા લાયસન્સ મેળવવા માટેની કામગીરી પુનઃ શરૂ કરાશે. RTOમાં લાયસન્સ મેળવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવી છે તેમણે નવેસરથી એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહીં.
RTOનું સર્વર પૂર્વવત પુનઃ શરૂ થઈ ગયું હોવાનું RTO સત્તાવાળાઓનું કહેવું છે
આજે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO કચેરી આવી શકશે. સૂત્રોના જણાવ્યાનુસાર, બહારથી લાયસન્સ માટેની કામગીરી થતી નથી અને ઓનલાઈન લાયસન્સ માટેની કામગીરીમાં પણ અરજદારોને મુશ્કેલી પડે છે. RTOનું સર્વર પૂર્વવત પુનઃ શરૂ થઈ ગયું હોવાનું RTO સત્તાવાળાઓનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બુધવાર સાંજે ચાર વાગ્યાથી સર્વર ઠપ્પ થઈ જવાને કારણે અરજદારોને પરત જવું પડયું હતું અને બીજા દિવસે ગુરુવારે પણ સવારથી જ સારથી સર્વર બંધ રહેતા 38 આરટીઓમાં કાચાં-પાકાં લાઇસન્સની કામગીરી બંધ થઈ ગઈ હતી.