“વિશ્વ પર્યાવરણ દિવસ”ની ૧૦૮, ખીલખીલાટ અને ધન્વંતરિ રથના કર્મયોગીઓ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ


આજરોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે પર્યાવરણ બચાવ અને જન જાગૃતિ અર્થે વિવિધ સંસ્થાઓ અને નાગરિકોકો દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વિશિષ્ઠ સેવા રૂપે કાર્યરત ૧૦૮ ઇમરજન્સી સેવા, ખીલખીલાટ સેવા તેમજ ધન્વંતરિ રથના આરોગ્ય કર્મીઓ આજરોજ વૃક્ષા રોપણ કરી પર્યાવરણને શુદ્ધ કરવાના યજ્ઞમાં જોડાયા હતાં.
જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંચાલિત ધન્વંતરિ આરોગ્ય રથ ના કર્મચારીઓએ અલગ અલગ જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણને મદદરૂપ થવાની આગવી કામગીરી કરેલ છે. તેમજ ટીમ દ્વારા ફક્ત વૃક્ષ વાવવાની જ નહીં, પરંતું તેમનું જતન કરી તેમને મોટા કરવાની જવાબદારી પણ સ્વયંશિસ્તથી સ્વીકારવામાં આવી હોવાનું પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે.
જયારે ૧૦૮ અને ખીલખીલાટના કર્મીઓ દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપયોગમાં આવતા બધા જ સાધનો અને એમ્બ્યુલન્સ સાફ કરી તેઓની ઓફિસની બાજુમાં છોડ વાવી “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરાઈ હતી. કોઓર્ડીનેટર શ્રી વિરલ ભટ્ટે આ તકે લોકોને સંદેશો પાઠવ્યો હતો કે, આપણી જીંદગીમાં પર્યાવરણનું ખુબ જ મહત્વ છે અને પર્યાવરણનું જતન એ આપણી સામાજીક ફરજ પણ છે.