ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં આટલી સ્પિડ પર વાહન હંકારવુ એ ગુનો, રૂ.4 હજાર સુધીનો દંડ આવશે

Text To Speech
  • 16 સ્પીડ ગનમાંથી 9 જ ચાલુ અવસ્થામાં છે
  • 5 વર્ષમાં હાઈ સ્પીડ રૂલ્સના ભંગ સબબ 64,622 ઈ-મેમો
  • વર્ષ 2023માં એપ્રિલ સુધીમાં માત્ર 156 જ ઈ-મેમો જનરેટ

અમદાવાદમાં 60 કિલોમીટરથી વધુ સ્પિડ પર વાહન હંકારવુ એ ગુનો છે. જેમાં સ્પીડ ગનના નામે જાણે નર્યો વેપાર કર્યો છે. તેમાં અમદાવાદમાં 16 સ્પીડ ગનમાંથી 9 જ ચાલુ અવસ્થામાં છે. અહીં કોણ સ્પિડ માપે? માલેતુજાર વાહન ચાલકની છે ઉપર સુધી ઓળખાણ જેના સવાલો ઉભા થઇ રહ્યાં છે.

આ પણ વાંચો: દેશમાં દરેક ગુનેગારને યુનિક કોડ અપાશે, આધારકાર્ડ સાથે લિંક પણ કરાશે

5 વર્ષમાં હાઈ સ્પીડ રૂલ્સના ભંગ સબબ 64,622 ઈ-મેમો

ઉલ્લેખનીય છે કે 9માંથી 4 સ્પીડ ગન ઓટોમેટિક છે અને પાંચ મેન્યુઅલ છે. જેમાં પાંચ વર્ષમાં માત્ર હાઈ સ્પીડ રૂલ્સના ભંગ સબબ 64,622 ઈ-મેમો જ થાય છે. અમદાવાદમાં 60 કિલોમીટરથી વધુ સ્પિડ પર વાહન હંકારવુ એ ગુનો છે, તેના ભંગના કિસ્સામાં રૂપિયા ચાર હજાર સુધીના દંડની જોગવાઈ છે. રાજ્યમાં સૌથી વધુ ગીચતા, વાહનોનુ ભારણ અને વ્યસ્ત રહેતા આ શહેરમાં બેફામ ડ્રાઈવિંગ કરનારા વાહનોની ઓળખ માટે સ્પીડ ગન અર્થાત ગતિ તપાસ કરતા 16 યંત્રો પોલીસે વસાવ્યા હતા.

હાલ માત્ર 9 જ કાર્યરત છે. એ પણ નામ પુરતા કામ કરી રહ્યા છે !

જેમાંથી હાલ માત્ર 9 જ કાર્યરત છે. એ પણ નામ પુરતા કામ કરી રહ્યા છે ! અમદાવાદ પોલીસના દાવા મુજબ 9માંથી 4 સ્પીડ ગન ઓટોમેટિક છે અને પાંચ મેન્યુઅલ. વર્ષ 2019માં આ ગનથી ઓવરસ્પીડમાં જતા વાહનોને દંડ ફટકારવાનું શરૂ કરાયુ હતુ. છતાંયે અહી અકસ્માતો ઘટતા નથી. સ્પિડ ગન સાથે રસ્તા ઉપરથી પોલીસ જ્યારે નિયમના ભંગકર્તા વાહનને આંતરીને અટકાવે તેવા કિસ્સાઓમાં માલેતુજાર અને રાજકીય વગવાળા ચાલકો છેક ઉપર સુધી મોટી ઓળખ આપીને છટકી જાય છે. જેના કારણે સ્પીડ ગનથી વર્ષ 2022માં 49,815 વાહનો સામે કાર્યવાહી થઈ હતી. ઈ-મેમો જનરેટ થાય હતા ત્યાં ચાલુ વર્ષ 2023માં એપ્રિલ સુધીમાં માત્ર 156 જ ઈ-મેમો જનરેટ થાય છે. આ પ્રોજેક્ટ શરૂ થયાના પાંચ વર્ષમાં માત્ર હાઈ સ્પીડ રૂલ્સના ભંગ સબબ 64,622 ઈ-મેમો જ થાય છે.

Back to top button