ઉત્તર ગુજરાતગુજરાત

ડ્રાઈવરે જાહેર રોડ પર ટ્રક ઉભો રાખીને નમાજ પઢતા ટ્રાફિક જામ, વીડિયો વાયરલ

Text To Speech

પાલનપુર, 13 જાન્યુઆરી 2024 સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ટ્રક ડ્રાઈવર ટ્રક ઉભો રાખીને તેની આગળ નમાજ પઢતો જોવા મળે છે.તેની આસપાસથી લોકો પસાર થતા દેખાય છે અને પાછળ વાહનોની લાઇન પણ જોવા મળે છે. આ વીડિયો બનાસકાંઠાના પાલનપુરના એરોમા સર્કલ પાસેનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જાહેર માર્ગ પર આવી રીતે ટ્રક ઉભો રાખી નમાજ પઢતા જોતજોતામાં તેના ટ્રક પાછળ વાહનોની લાંબી લાઈન લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો.

ડ્રાઈવર ચાદર પાથરી નમાઝ અદા કરવા બેઠો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એરોમા સર્કલ પાસેનો આ વીડિયો હોવાનો દોવો કરાયો છે.વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પરથી પસાર થતાં અસંખ્ય વાહનોની સાથે એક સફેદ કલરનો ટ્રક ઉભો છે અને આ ટ્રકની આગળ આસમાની કલરનો કૂર્તો અને લૂંગી પહેરેલો એક વ્યક્તિ માટે ટોપી પહેરીને ચાદર પાથરી નમાઝ અદા કરવા બેઠો છે. આ વ્યક્તિએ એક તરફ આસ્થાને સાચવી છે તો બીજી બાજુ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વીડિયો પાલનપુરનો હોવાનો દાવો કરાયો
પાલનપુરમાં હાઇવે વચ્ચોવચ નમાજ પઢતા આ વ્યક્તિને જોઇને ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો હતો. થોડી વાર માટે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ વ્યક્તિ કોણ છે અને ટ્રક કોની માલિકીનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ વીડિયો કોણે અને ક્યારે વાયરલ કર્યો તે અંગે પણ કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ આ વીડિયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેના એરોમા સર્કલ પાસેનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃમાંગરોળની પિપોદરા GIDCમાં મીલ માલિકે કારીગરને માર મારતા કામદારોએ હોબાળો મચાવ્યો

Back to top button