અમદાવાદગુજરાત

વ્યાજખોરો સામેની ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુના દાખલ, 343ની અટકાયત

Text To Speech

અમદાવાદ, 03 ઓગસ્ટ 2024, વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને તેમાંથી મુક્ત કરાવવા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી 31 જુલાઈ 2024 સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 565 આરોપીઓ સામે કુલ 323 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 343 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

રાજ્યભરમાં 1648 લોકદરબાર યોજવામાં આવ્યા
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચલાવાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં કોઇ અનધિકૃત વ્યાજખોર બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પોલીસે કરેલી આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં ઉપરાંત અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. સમગ્ર ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં 1648 લોકદરબાર યોજવામાં આવ્યા હતાં. જેમાં 75 હજાર જેટલા નાગરિકો જોડાયા હતાં.

લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી
આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃઅમદાવાદ પોલીસનું અભિયાનઃ વ્યાજખોરોના ચક્કરમાં પિસાતા લોકો માટે લોન માર્ગદર્શન કેમ્પ

Back to top button