ટ્રેન્ડિંગમનોરંજન

Drishyam 2ની બમ્પર કમાણી, જાણો કેટલુ થયુ કલેક્શન

Text To Speech
  • સુનામીની ગતિએ આગળ વધી અજય દેવગણની ફિલ્મ
  • વીકેન્ડના કલેક્શને લોકોના હોશ ઉડાડી દીધા

આખરે લાંબા સમયની રાહ બાદ અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 (Drishyam 2) રિલીઝ થઇ ચુકી છે. Drishyam 2ના ફેન્સને ઘણા સમયથી રાહ હતી કે આ ફિલ્મ ક્યારે આવશે. Drishyam 2 2015માં આવેલી ફિલ્મ દ્રશ્યમનો આગળનો ભાગ છે. જ્યારથી ટ્રેલર આવ્યુ હતુ ત્યારથી દર્શકોને આ ફિલ્મ ક્યારે રિલીઝ થાય તેની રાહ હતી. બીજી ઓક્ટોબરના રહસ્યને જાણવા માટે બધા બેતાબ હતા. આ ફિલ્મને ફેન્સ અને ક્રિટિક્સની ઘણી પ્રશંસાઓ મળી છે. ફિલ્મનુ એડવાન્સ બુકિંગ એટલુ હતુ કે ફિલ્મ ગજબ ધમાકા કરશે તેવી આશા પહેલેથી જ હતી. ફિલ્મ મેકર્સે જેવુ વિચાર્યુ હતુ તેવું જ થયુ.

Drishyam 2ની બમ્પર કમાણી, જાણો કેટલુ થયુ કલેક્શન hum dekhenge news

Drishyam 2ની પહેલા જ દિવસની કમાણીએ સાબિત કરી દીધું કે સાત વર્ષ બાદ પણ લોકોની દિવાનગી વિજય સાલગાંવકર અને તેના પરિવાર માટે ઓછી થઇ નથી. આ વખતે ફિલ્મમાં અક્ષય ખન્ના પણ કેસ ઇન્વેસ્ટીગેટ કરતો જોવા મળ્યો છે. અક્ષયે હંમેશાની જેમ પોતાનાઅભિનયથી લોકોને ઇમ્પ્રેસ કર્યા છે. અભિષેક પાઠકની Drishyam 2 ફરી એકવાર લોકોને થિયેટર્સ સુધી લાવવામાં સફળ રહી છે.

પહેલા બે દિવસે કેટલુ કલેક્શન કર્યુ
દ્રશ્યમ 2ને શરૂઆતના દિવસથી જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો રિલીઝના પહેલા દિવસે ‘દ્રશ્યમ 2’નો બિઝનેસ 15.38 કરોડ રૂપિયા થયો હતો. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો હતો અને તેણે 21.59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Drishyam 2ની બમ્પર કમાણી, જાણો કેટલુ થયુ કલેક્શન hum dekhenge news

ત્રીજા દિવસે થઇ જબરજસ્ત કમાણી
ફિલ્મનો ત્રીજો દિવસ પણ ઘણો સારો રહ્યો. ‘દ્રશ્યમ 2’ એ રવિવાર અને ત્રીજા દિવસે લગભગ 26.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી રૂપિયા 63 કરોડને પાર થઈ ગઈ છે. ફિલ્મે અત્યાર સુધીમાં તેના બજેટ કરતા વધુ કમાણી કરી લીધી છે. હજુ તેની કમાણીમાં વધારો થવાની આશા છે. બ્રહ્માસ્ત્ર બાદ દ્રશ્યમ વર્ષની બીજી મોટી ઓપનર ફિલ્મ બની છે.

આ પણ વાંચોઃ Twitter પર વાપસી નહીં કરે ટ્રમ્પ, કહ્યું- ‘અહીં, FAKE અકાઉન્ટ્સ ભરેલા છે’

Back to top button