ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ: ખાનગી ટેન્કરોની દોડાદોડ વધી

Text To Speech
  • ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ
  • 26 ગામોમાં પાણી માટે ટેન્કરના 84 ફેરા થાય છે
  • વીંછિયાના બે ગામમાં 5 ફેરા મારવામાં આવ્યા છે

ગુજરાતના ગામોમાં ટેન્કર રાજ છે. જેમાં 26 ગામોમાં પાણી માટે ટેન્કરના 84 ફેરા થાય છે. તેમાં આગામી સમયમાં પીવાના પાણીનો કકળાટ વધશે. તથા સૌથી વધુ રાજકોટ અને કચ્છના ગામમાં ટેન્કરની દોડાદોડ છે. તથા ખાનગી ટેન્કરોની ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધીમે દોડાદોડ વધી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: બોડેલીમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી 

ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે, અત્યારે રાજ્યના પાંચ જિલ્લાના 26 જેટલા ગામોમાં ટેન્કરના 84 જેટલા ફેરા મારવામાં આવી રહ્યા છે. રોજ ટેન્કરના ફેરામાં વધઘટ થતી હોય છે, સૌથી વધુ ટેન્કરના ફેરા રાજકોટના પડધરી, રાજકોટ અને વીંછિયા તાલુકામાં મારવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભાવનગરના આ વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ સુધી વીજકાપ

વીંછિયાના બે ગામમાં 5 ફેરા મારવામાં આવ્યા છે

આગામી સમયમાં પીવાના પાણીના પોકાર વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કર રાજની શરૂઆત થઈ રહી છે. રાજકોટમાં સૌથી વધુ ટેન્કરના 49 ફેરા મારવામાં આવ્યા છે. જે પૈકી પડધરીના 4 ગામમાં ટેન્કરના 11 ફેરા, રાજકોટ તાલુકાના ચાર ગામમાં 33 ફેરા અને વીંછિયાના બે ગામમાં 5 ફેરા મારવામાં આવ્યા છે.

કચ્છમાં ટેન્કરના કુલ 15 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું

કચ્છમાં ટેન્કરના કુલ 15 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં ભચાઉ તાલુકાના 3 ગામમાં 4 ફેરા અને રાપરના 7 ગામમાં 11 ફેરા મારવામાં આવ્યા છે. એ જ રીતે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના બે ગામમાં એક જ દિવસમાં ટેન્કરના સાત ફેરા દ્વારા લોકોને પીવાનું પાણી પૂરું પડાયું છે. બનાસકાંઠાના થરાદ અને વાવ ખાતે ટેન્કરના ત્રણ ફેરા અને જામનગરમાં ત્રણ ફેરા મારફત પીવાનું પાણી અપાયું છે. સરકારી અને ખાનગી ટેન્કરોની ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધીમે દોડાદોડ વધી રહી છે.

Back to top button