વધુ પડતુ પાણી પીવાથી હેલ્થ સુધરશે નહીં, બગડશેઃ ક્યાંક કિડનીને નુકશાન ન કરી બેસતા


પાણી આપણા શરીર માટે ખુબ જરૂરી છે. આપણા શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી ભરેલો છે. પાણી પીવાથી આપણું શરીર ડિહાઇડ્રેટેડ રહે છે અને શરીરના તમામ ટોક્સિક પદાર્થો સરળતાથી બહાર નીકળે છે. શરીરના તમામ અંગો યોગ્ય રીતે તેમનું કામ કરે તે માટે પાણીની ખૂબ જરૂર પડે છે, પરંતુ જરુરિયાત કરતા વધુ પડતુ પાણી આપણને નુકશાન પહોંચાડી શકે છે. વધુ પડતા પાણીને ઓવરહાઇડ્રેશનનું નામ આપવામાં આવ્યુ છે.
જ્યારે તમે જરુરિયાત કરતા વધુ પાણી પીવો છો તો તમારે વોટર પોઇઝનિંગ, ઇન્ટોક્સિકેશન અને મગજ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. જરૂરિયાત કરતા વધુ પાણી પીવાથી મગજ અને શરીરની કોશિકાઓમાં સોજો આવે છે. જ્યારે આ કોશિકાઓમાં સોજો આવે છે તો મગજ પર પ્રેશર પડે છે. જેના કારણે તમે કન્ફ્યુઝન, ઉંઘ ન આવવી અને માથાના દુખાવા જેવી સમસ્યાથી પિડાવ છો. મગજ પર પ્રેશર વધે છે તો હાઇપરટેન્શન અને લો હાર્ટ રેટ જેવી તકલીફો થઇ શકે છે.
વધુ માત્રામાં પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા સોડિયમ પર ખરાબ અસર પડે છે. સોડિયમ આપણા શરીરમાં રહેલું એક ઇલેક્ટ્રોલાઇટ હોય છે, જે કોશિકાઓની અંદર અને બહારના ફ્લુઇડને બેલેન્સ કરે છે. જરૂરિયાત કરતા વધુ પાણી પીવાથી આપણા શરીરમાં સોડિયમનું લેવલ ઘટવા લાગે છે, જેના કારણે શરીરમાં રહેલા ફ્લુઇડને કોશિકાઓની અંદર ચાલવુ પડે છે. આ કારણે વ્યક્તિ કોમામાં પણ જઇ શકે છે.
હેલ્ધી રહેવા માટે કેટલું પાણી પીવું જોઇએ.
આ સવાલને લઇને કોઇ ગાઇડલાઇન સેટ કરવામાં આવી નથી કેમકે દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ હોય છે. તમારા શરીરને કેટલા પાણીની જરૂર તે તમારી ફિઝકલ એક્ટિવીટી પર નિર્ભર કરે છે. તમારા બોડીનું વજન પણ તેમાં ભાગ ભજવે છે. જોકે નોર્મલ દિવસોમાં 3 લિટર અને ગરમીના દિવસોમાં 3.5 લિટર પાણી પીવાનું સેફ મનાયુ છે.
કિડની પર શું થાય છે અસર?
ઓવરહાઇડ્રેશનની સીધી અસર કિડની પર પડે છે. ઘણા લોકોને એવુ લાગે છે કે કિડનીને હેલ્ધી રાખવા માટે પાણી પીવું જોઇએ, પરંતુ જ્યારે તમે જરૂર કરતા વધુ માત્રામાં પાણી પીવો છો ત્યારે કિડનીએ કચરો બહાર કાઢવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેનાથી હોર્મોન રિએક્શન થાય છે. આ કારણે તમે સ્ટ્રેસ અને થાક અનુભવો છો.
આ પણ વાંચોઃ શું તમે પણ 15-15 મિનિટે સોશિયલ મીડિયા ચેક કરો છો? જાણો તેના નુકશાન