ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

લીંબુ પાણી અને ચિયા સીડ્સ મિક્સ કરીને પીવાથી ઘટશે વજન અને આ પણ ફાયદા

  • લીંબુ પાણી અને ચિયા સીડ્સ મિક્સ કરીને પીવું હેલ્થ માટે રામબાણ છે. તે તમને ફ્રેશ અને હાઈડ્રેટેડ રાખે છે એટલું જ નહીં પરંતુ આરોગ્યને અન્ય લાભ પણ આપે છે

રોજ ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો ચિયા સીડ્સને લીંબુના પાણીમાં ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદાઓ વધી જાય છે. ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે અને પાચનક્રિયા સુધરે છે. આ સાથે લીંબુ પાણી અને ચિયા સીડ્સનો કોમ્બો પણ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે. લીંબુ પાણી અને ચિયા સીડ્સ મિક્સ કરીને પીવું હેલ્થ માટે રામબાણ છે. તે તમને ફ્રેશ અને હાઈડ્રેટેડ રાખે છે એટલું જ નહીં પરંતુ આરોગ્યને અન્ય લાભ પણ આપે છે.

લીંબુ પાણીમાં ચિયા સીડ્સ પીવાના ફાયદા

લીંબુ પાણીમાં ચિયા સીડ્સ મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઘટવા સાથે બીજા ચમત્કારિક ફાયદા hum dekhenge news

પાચનમાં સુધારો કરે છે

ચિયા સીડ્સમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે. તે કબજિયાત, અપચો અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. લીંબુ પાણી પાચન રસને ઉત્તેજીત કરવામાં અને ખોરાકને તોડવામાં પણ સહાયક છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

ચિયા સીડ્સમાં ફાઈબર અને પ્રોટીન બંને હોય છે જેનાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે. લીંબુ પાણીમાં કેલરી ઓછી હોય છે અને તે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ચિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લીંબુ પાણીમાં વિટામિન સી પણ હોય છે જે ચેપ સામે લડવામાં અને બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

લીંબુ પાણીમાં ચિયા સીડ્સ મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઘટવા સાથે બીજા ચમત્કારિક ફાયદા hum dekhenge news

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ચિયાના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ પાણીમાં પોટેશિયમ પણ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ત્વચા અને વાળ માટે બેસ્ટ

ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડન્ટ અને વિટામિન હોય છે જે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, ખીલ ઘટાડે છે અને કરચલીઓ અટકાવે છે. વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.

કેવી રીતે પીશો લીંબુ અને ચિયા સીડ્સ?

1 ચમચી ચિયા સીડ્સને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. 30 મિનિટ પછી તેમાં 1 લીંબુનો રસ અને સ્વાદ મુજબ સંચળ અથવા મધ નાખો. સારી રીતે મિક્સ કરો અને ખાલી પેટે અથવા નાસ્તા સાથે પીવો.

આ પણ વાંચોઃ ઉંમર વધવાની સાથે હ્રદય નબળું તો નથી પડી રહ્યું ને? ઓળખો આ રીતે

Back to top button