ઠંડીમાં જરૂર પીજો માલ્ટા જ્યુસ, કરશે ફાયદો જ ફાયદો
- સંતરા જેવા દેખાતા માલ્ટા પહાડી વિસ્તારોમાં વધુ થાય છે. તેમાં વિટામીન, આયરન, ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે પાચન સંબંધિત બીમારીઓ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ પણ દૂર થાય છે.
માલ્ટા જોવામાં આમ તો સંતરા જેવુ દેખાતું ફળ છે, પરંતુ સંતરા કરતા વધુ રસદાર અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં મળી આવે છે. ઠંડીની આ સીઝનમાં તે વધુ પ્રમાણમાં જોવા મળશે. ફળ ખાવાની સાથે સાથે તેનું જ્યુસ પણ પસંદ કરવામાં આવે છે. માલ્ટાનું જ્યુસ પીવાથી હાઈપરટેન્શનથી લઈને બેડ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે. સાથે સાથે શરદી-ખાંસીની સાથે સાથે હાર્ટને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે. આવો જાણીએ માલ્ટાનું જ્યુસ પીવાથી શું ફાયદા થાય છે?
માલ્ટાનું જ્યૂસ આ પોષકતત્વોથી ભરપૂર
સંતરા જેવા દેખાતા માલ્ટા પહાડી વિસ્તારોમાં વધુ થાય છે. તેમાં વિટામીન, આયરન, ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે પાચન સંબંધિત બીમારીઓ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ પણ દૂર થાય છે. તેની છાલ અને બીજમાં પણ અનેક પોષક તત્વો હોય છે, તે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. જાણો આ ફળ ખાવાથી અને તેનું જ્યુસ પીવાથી શું ફાયદા થાય છે?
પાચનતંત્ર રાખે છે મજબૂત
માલ્ટામાં ફાઈબર સહિત અનેક પોષકતત્વો હોય છે. તે પાચનતંત્રને સારુ બનાવી રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી કે જ્યુસ પીવાથી ગેસ, કબજિયાત, એસિડિટી અને અપચાની સમસ્યા દૂર થાય છે. પેટ સંબંધિત બીમારીઓથી બચવા માટે માલ્ટાનું જ્યુસ પીવું ફાયદાકારક છે.
ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદરૂપ
માલ્ટામાં વિટામીન-સીની ભરપૂર માત્રા હોય છે. તે ઈમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે સાથે સ્કિનની સમસ્યાઓ માટે ફાયદાકારક છે. આ ફળનું જ્યુસ પીવાથી કે ખાવાથી શરીર હેલ્ધી રહે છે. સાથે સાથે ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. તેનું જ્યુસ પીવાથી તમે ગંભીર બીમારીઓથી બચી શકો છો.
હાર્ટ ડિસીઝ માટે બેસ્ટ
ગરમી હોય કે ઠંડી માલ્ટાનું જ્યુસ પીવું ફાયદાકારક રહેશે. તેનું જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટશે અને સાથે હ્રદયની બીમારીઓનો ખતરો ઘટશે. માલ્ટાનું જ્યુસ હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે.
વજન ઘટાડવા માટે ફાયદાકારક
જો તમે વધેલા વજનથી પરેશાન હો તો તમારા ડાયટમાં માલ્ટા જ્યુસને સામેલ કરો. માલ્ટા જ્યુસ પીવાથી શરીરને ભરપુર એનર્જી મળે છે. સાથે સાથે મેદસ્વીતા પણ ધીમે ધીમે ઘટે છે.
બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે
માલ્ટામાં મેગ્નેશિયમ સારી એવી માત્રામાં મળી આવે છે. તેનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખી શકાય છે. હાઈપરટેન્શન પણ ઘટે છે. માલ્ટાનું જ્યુસ હાર્ટને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે.
આ પણ વાંચોઃ ઠંડીમાં વધારે બદામનું સેવન કરતા પહેલા સાવધાનઃ જાણી લો સાઈડ ઈફેક્ટ્સ